નીચેનામાંથી કયો નળાકાર સળિયો (ત્રિજ્યા $ r$ અને લંબાઈ $l$), દરેક સમાન દ્રવ્યનો બનેલો છે, જેના છેડા વચ્ચે સમાન તાપમાનનો તફાવત ધરાવે છે, મહત્તમ ઉષ્માનું વહન કરશે?
$r = 2{r_0};\;l = 2{l_0}$
$r = 2{r_0};\;l = {l_0}$
$r = {r_0};\;l = {l_0}$
$r = {r_0};\;l = 2{l_0}$
વિધાન : બે સમાન જાડાઈ ધરાવતી ધાતુની પ્લેટની સમતુલ્ય ઉષ્માવાહકતા નાનામાં નાની ઉષ્માવાહકતા ધરાવતી પ્લેટ કરતાં પણ નાની હોય.
કારણ : બે સમાન જાડાઈ ધરાવતી ધાતુની પ્લેટની સમતુલ્ય ઉષ્માવાહકતા $\frac{1}{K} = \frac{1}{{{K_1}}} + \frac{1}{{{K_2}}}$ સૂત્ર મુજબ અપાય છે.
$3.1 m$ લંબાઇ ધરાવતા સળિયાના એક છેડાને $100^°C$ તાપમાનવાળા પાણીમાં અને બીજા છેડા $ {0^o}C $ તાપમાનવાળા બરફમાં રાખવામાં આવે છે. $200^°C$ તાપમાનવાળી જયોતને કેટલા અંતરે મૂકવાથી બરફનું પાણી અને પાણીની વરાળ સમાન દરથી થાય?બરફની ગલનગુપ્ત ઉષ્મા $80 cal/gm$ અને પાણીની બાષ્પાયનગુપ્ત ઉષ્મા $540 cal/gm$ છે.
ધ્રુવ પ્રદેશમાં તળાવ પર $1 cm$ બરફનો સ્તર બનતા $7$ કલાક લાગે છે.તો બરફની જાડાઇ $1 cm$ થી $2 cm$ થતાં લાગતો સમય ?
બધી રીતે સરખા કોપર અને લોખંડના સળિયાને મીણનું આવરણ લગાવવામાં આવે છે,બંનેના એક છેડાને ગરમ પાણીમાં રાખતા $ 8.4cm $ અને $ 4.2cm $ સુધી મીણ પીગળે છે.જો કોપરની ઉષ્મા વાહકતા $0.92$ હોય,તો લોખંડની ઉષ્મા વાહકતા શોધો.
બે સમાન પાત્રમાં સમાન જથ્થામાં બરફ ભરવામાં આવ્યો છે. પાત્ર જુદી જુદી ધાતુના છે. જો બંને પાત્રમાં બરફ અનુક્રમે $20$ અને $35$ મિનિટમાં પીગળતો હોય ત્યારે બંનેની ઉષ્માવાહકતા નો ગુણોત્તર શોધો.