બધી રીતે સરખા કોપર અને લોખંડના સળિયાને મીણનું આવરણ લગાવવામાં આવે છે,બંનેના એક છેડાને ગરમ પાણીમાં રાખતા $ 8.4cm $ અને $ 4.2cm $ સુધી મીણ પીગળે છે.જો કોપરની ઉષ્મા વાહકતા $0.92$ હોય,તો લોખંડની ઉષ્મા વાહકતા શોધો.
$0.23$
$0.46$
$0.115$
$0.69$
બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલ છે. તેની જાડાઈ અનુક્રમે $2 $ અને $3$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $ -25°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $25°C$ છે. જો $(a)$ સમાન પદાર્થની હોય $(b)$ તેમની ઉષ્માવાહકતા $2:3$ ગુણોત્તરમાં હોય તો સંપર્ક સપાટીનું તાપમાન શોધો.
બે દ્રવ્યોની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1 : 2$ છે. તો આજ દ્રવ્યોેના સળીયાની લંબાઇનો ગુણોત્તર $1 : 2$ અને આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $2 : 1$ હોય તો તેમના ઉષ્મિય અવરોધનો ગુણોત્તર ........
વિધાન : બે પાતળા ભેગા કરેલા ધાબળા એ એક બમણી જાડાઈ ધરાવતા એક ધાબળા કરતાં વધુ ગરમ લાગે
કારણ : બે પાતળા ધાબળા વચ્ચેનું હવાનું પડને લીધે જાડાઈ વધે છે.
જો તળાવના તળીયાનું તાપમાન $0^{\circ} C$ હોય અને વાતાવરણીય તાપમાન $-20^{\circ} C$ છે. જો $1 \,cm$ જેટલો બરફ તળાવની સપાટી પર $24 \,h$ કલાકમાં જામતો હોય તો બીજો $1 \,cm$ બરફ જામવા માટે લાગતો સમય ......... $h$
કુકરની બનાવટમાં ઉપયોગી પદાર્થ હંમેશા કેવું જોઈએ? ($K -$ ઉષ્માવાહકતા, $S -$ વિશિષ્ટ ઉષ્મા)