સૂર્યની આસપાસ પૃથ્વીના ક્ષેત્રિય વેગની દિશા કઈ હોય છે ?
ક્ષેત્રિય વેગ $\frac{d \overrightarrow{ A }}{d t}=\frac{\overrightarrow{ L }}{2 m}$ અને $\overrightarrow{ L }=\vec{r} \times \vec{p}=\vec{r} \times m \vec{v}$
$\therefore \frac{d \vec{A}}{d t} =\frac{1}{2 m} \times \vec{r} \times m \vec{v}$
$=\frac{\vec{r} \times \vec{v}}{2}$
આમ, ક્ષેત્રિય વેગની દિશા $\vec{r} \times \vec{v}$ અથવા $\vec{r} \times m \vec{v}$ થી બનતા સમતલને લંબરૂપે જમણા હાથના સ્ક્રૂના નિયમથી મળે છે.
પૃથ્વીની સપાટીથી $6 \mathrm{R}_{\mathrm{E}} (\mathrm{R}_{\mathrm{E}}=$પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર રહેલ ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ $24\; \mathrm{h}$ છે. જો બીજો એક ઉપગ્રહ જે પૃથ્વીની સપાટીથી $2.5 \mathrm{R}_{\mathrm{E}}$ ઊંચાઈ પર હોય તો તેનો આવર્તકાળ કેટલો મળે?
પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના $\frac{1}{64}$ માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ $\frac{24}{x} h$ થાય છે. $x$ નું મૂલ્ય ......... છે.
નેપ્ચ્યુન અને શનિનું સૂર્યથી અંતર લગભગ $10^{13}$ અને $10^{12}$ મીટર છે. તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેમ ધારવામાં આવે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?
જો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અત્યારના અંતર કરતાં ચોથા ભાગનું થાય તો $1$ દિવસ અત્યારના દિવસ કરતાં કેટલા ગણો થાય ?
કેન્દ્રથી $ r$ અંતરની કક્ષામાં ફરતા ઉપગ્રહનું કોણીય વેગમાન $L$ છે હવે જો તેનું અંતર વધારીને $16r$ કરવામાં આવે તો તેનું નવું કોણીય વેગમાન કેટલું થાય ?