ધ્રુવીય અને અઘુવીય અણુઓ કોને કહે છે ? તેમના ઉદાહરણ આપો.
જે અણુંઓમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકજ સ્થાને હોય છે તેથી તેમની કાયમી ડાઈપોલ મોમેન્ટ (ચાકમાત્રા) શૂન્ય હોય છે. તેમને અધ્રુવીય અણુંઓ કહે છે.
દા.ત. : $CO _{2}, CH _{4}, H _{2}$ અને $O _{2}$ આ પ્રકારના અણુઓ છે.
અધ્રુવીય અણુંઓ પર જ્યારે વિદ્યુતક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે ધન અને ઋણ વિદ્યુતભારો પર પરસ્પર વિદુદ્ધ દિશામાં બળ લાગવાના લીધે તેમના કેન્દ્રો સ્થાનાંતરિત થાય છે અને વિદ્યુત ડાઈપોલ પ્રેરિત થાય છે.
જે અણુંઓના ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો સંપાત થતાં નથી એટલે અલગ અલગ હોય તેઓ કાયમી વિદ્યુત ડાઈપોલ મોમેન્ટ ધરાતાં હોય છે. આવા અણુંઓને ધ્રુવીય અણુંઓ કહે છે. દા.ત. : $HCl , H _{2} O$
$2$ ડાઈઈલેક્ટ્રિક અચળાંકવાળુ તેલ કેપેસિટરમાં ભરતાં તેનું કેપેસિટન્સ $C$ થાય છે. હવે તેલ કાઢી લેતાં તેનું કેપેસિટન્સ ...... થશે.
બાહ્ય વિધુતક્ષેત્રમાં સુવાહક અને ડાઇઇલેક્ટ્રિકની વર્તણૂકનો તફાવત સમજાવો.
પ્લેટનું ક્ષેત્રફળ $A$ અને બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતા કેેપેસિટરને $V$ વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે છે.હવે બેટરી દૂર કરીને કેપેસિટરને $k$ ડાઇઇલેકિટ્રક અચળાંકથી ભરી દેવામાં આવે છે. $Q$ , $E$ અને $W$ એ પ્લેટ પરનો વિદ્યુતભાર,બે પ્લેટ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર અને ડાઇઇલેકિટ્રક દાખલ કરવા માટે કરવું પડતું કાર્ય છે.તો નીચેનામાથી કયું ખોટું થાય?
એક કેપેસિટરની બે પ્લેટો વચ્ચે થોડું ડાઇઇલેક્ટ્રિક છે અને તેને $\mathrm{D.C.}$ ઉદગમ સાથે જોડેલું છે. પછી બેટરીને છૂટી પાડીને ડાઇઈલેક્ટ્રિક દૂર કરવામાં આવે છે, તો કેપેસિટરનું કેપેસિટન્સ, સંગ્રહિત ઊર્જા, વિધુતક્ષેત્ર, એકઠો થયેલો વિધુતભાર અને વોટેજ એ વધશે, ઘટશે અથવા અચળ રહેશે ? તે જાણવો ?
સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે ડાઈઇલેક્ટ્રિક પદાર્થ નથી પરતું તેમની વચ્ચેનું અંતર $0.4 \,cm$ છે તેનું કેપેસીટન્સ $2\,\mu \,F$ છે. હવે બે પ્લેટ વચ્ચેનું અંતર ઘટાડીને અડધું અને તેમની વચ્ચે $2.8$ ડાઈઇલેક્ટ્રિકનું મૂલ્ય ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો તેનું નવું કેપેસીટન્સ કેટલા $\mu \,F$ મળે?