$\rm {IUDs}$ એટલે શું ? તેના પ્રકાર અને અસરો જણાવો.
માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરવાથી ગર્ભ અવરોધકતા મેળવી શકાય છે. આને ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ $IUDs$ કહે છે.
આ $IUDs$ ના બે પ્રકાર છે : $(a)$ બિનઔષધીય $IUDs$ (ઉદા. લિપસ લૂપ, કૉપર મુક્ત કરતું $IUDs (CuT, Cu7,$ મલ્ટિ લોડ $375)$
$(b)$ અંતઃસ્રાવ મુક્ત કરતા $IUDs$ (પ્રૉજેસ્ટાસર્ટ, $LNG-20)$ પ્રાપ્ય છે.
$IUDs$ ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણ (phagocytosis)માં વધારો કરે છે અને મુક્ત થતા $Cu$ આયન શુક્રકોષોની ગતિશીલતા (ચલિતતા) અને ફલન ક્ષમતાને અવરોધે છે. આ ઉપરાંત અંતઃસ્રાવ મુક્ત કરતા $IUDs$ ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે, ગ્રીવાને શુક્રકોષો માટે પ્રતિકૂળ કરે છે.
$IUDs$ જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ કે બાળકો વચ્ચે સમયગાળો ઇચ્છે છે તેમના માટે આદર્શ ગર્ભનિરોધક છે.
ગર્ભાધાન અવરોધક ગોળીઓ ......... ધરાવે છે.
ગર્ભનિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિઓની માહિતી આપો.
ગર્ભ અવરોધનની ભૌતિક પદ્ધતિ માટે ખોટું વિધાન પસંદ કરો.
નીચેનામાંથી કયુ કાર્ય $IUDs$ ને અનુલક્ષીને ખોટું છે.
શબ્દભેદ આપો : પિલ્સ અને સહેલી