ગર્ભનિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિઓની માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કુદરતી પદ્ધતિઓ અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જે નીચે મુજબ છે :

$(i)$ સામયિક સંયમ (periodic abstinence) : યુગલે ઋતુચક્રના $10-17$માં દિવસ દરમિયાન સમાગમ ટાળવો. કારણ આ સમય દરમિયાન અંડપાતની શક્યતા અને ફલનની તકો વધુ હોય છે તેને ક્લન સમયગાળો કહે છે. આ સમય દરમિયાન સમાગમ ન કરવાથી ગર્ભધારણની શક્યતાઓ ઘટે છે.

$(ii)$ બાહ્ય ખૂલન અથવા સંવનન અંતરાલ (coitus interruptus) : આ પદ્ધતિમાં પુરુષ સાથીદાર સમાગમ દરમિયાન વીર્યસ્મલન પહેલા શિશ્નને બહાર કાઢી યોનિમાર્ગની બહાર વીર્યસ્રાવ કરે છે.

$(iii)$ દુગ્ધસ્રાવ ઍમનોરિયા (Lactational amenorrhea) (ઋતુચક્રની ગેરહાજરી) : પ્રસવ પછી ભરપૂર દુગ્ધસ્રાવ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. માટે જેટલા દિવસો સુધી માતા સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે, ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ નહિવત્ છે. આ પદ્ધતિ લગભગ પ્રસૂતિ પછીના છ મહિના સુધી જ અસરકારક હોય છે.

આ પદ્ધતિઓમાં કોઈ દવાઓનો ઉપયોગ થતો ન હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી. જો કે તેની નિષ્ફળતાનું પ્રમાણ ઊંચું હોય છે.

Similar Questions

કોપર આયનો મુક્ત કરતાં આંતર ગર્ભાશય ઉપાયો $\rm {(IUD)}$ બિનઔષધીય પદ્ધતિ કરતાં વધુ અસરકારક છે. શા માટે ?

યાદી$-I$ને યાદી$- II$ સાથે મેળવો.

યાદી$-I$ યાદી$-II$
$(a)$ વોલ્ટ્સ $(i)$ શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે
$(b)$ $IUDs$ $(ii)$ શુક્રવાહિની દૂર કરવી

$(c)$ પુરુષ નસબંધી

$(iii)$ ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ
$(d)$ સ્ત્રી નસબંધી $(iv)$ ફેલોપીયન નલિકા દૂર કરવી

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$(a)- (b)- (c)- (d)$

  • [NEET 2021]

.......... પ્રકારના $IUDs$ ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે પ્રતિકૂળ બનાવે છે અને ગ્રીવાને શુક્રકોષ માટે અપ્રવેશ્ય બનાવે છે.

ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .

  • [NEET 2014]

અસંગત વિકલ્પ પસંદ કરો.