બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા $d$ ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ $S$ છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{1}$ અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{2}$ છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે.  આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય?

  • [JEE MAIN 2020]
  • A

    ${gdS}\left(x_{2}+x_{1}\right)^{2}$

  • B

    $\frac{3}{4} g d S\left(x_{2}-x_{1}\right)^{2}$

  • C

    $\frac{1}{4} g d S\left(x_{2}-x_{1}\right)^{2}$

  • D

    ${gdS}\left(x_{2}^{2}+x_{1}^{2}\right)$

Similar Questions

વાતાવરણનું દબાણ માપવા માટે પારાનું બેરોમીટર $( \mathrm{mercury\,\, barometer} )$ સમજાવો .

એક $H$ ઊંચાઈના મોટા પાતને, $\rho$ ઘનતાના પ્રવાહીથી છલોધલ ભરવામાં આવે છે. તેની શિરોલંબ બાજુની સપાટી પર $r$ ત્રિજ્યાનું એક નાનું છિદ્ર બનાવવામાં આવે છે. (તળિયાની એકદમ નજીક) તો પ્રવાહીના દબાણને રોકવા માટે જરરી સમક્ષિતિજ બળ કેટલું હશે ?

એક હવાના પરપોટા (bubble)નું કદ બમણુંં થઈ જાય છે, જ્યારે તે તળાવના તળિયેથી તેની સપાટી સુધી ઉપર ઊઠે છે. વાતાવરણનું દબાણ પારાનું $75 \,cm$ છે. પારાથી તળાવના પાણીની ઘનતાનો ગુણોત્તર $\frac{40}{3}$ છે તો તળાવની ઉંચાઈ મીટરમાં કેટલી છે ?

પ્રવાહીની ઘનતા $ 1.5 gm/cc$  છે,તો $P$  અને $S$ બિંદુ વચ્ચે દબાણનો તફાવત કેટલો થાય?

કોઈ સમતલીય પ્લેટ ${v_1}$ જેટલી સામાન્ય ઝડપે એક નિયમિત આડછેદ વાળા હવાઈ જહાજ તરફ ગતિ કરે છે. હવાઈ જહાજ કદ $V$ પ્રતિ સેકન્ડ ના દરે અને ${v_2}$ વેગથી પાણી છોડે છે.પાણી ની ઘનતા $\rho $ છે. ધારો કે પાણી નો છંટકાવ પ્લેટ ની સપાટી પર કાટખૂણે થાય છે. તો હવાઈ જહાજ ના પાણી દ્વારા પ્લેટ પર લાગતું બળ કેટલું હશે?

  • [IIT 1995]