બે સમાંતર તારોમાંથી પસાર થતાં પ્રવાહ $10\,A$ અને $2\,A$ વિરુધ્ધ દિશામાં છે,એક તાર અનંત લંબાઇનો અને બીજો તાર $2\,m$ લંબાઇનો છે.બંને તાર વચ્ચેનું અંતર $10\,cm$ છે.તો $2\,m$ ના તાર પર કેટલું બળ લાગે?
$ 8 \times {10^{ - 5}}\,N $
$ 4 \times {10^{ - 7}}\,N $
$ 4 \times {10^{ - 5}}\,N $
$ 4\pi \times {10^{ - 7}}\,N $
ચુંબકીયક્ષેત્ર $B$ (કાગળના સમતલને લંબ $\times \times \times $ વડે દર્શાવેલ છે) માં એક તારને $R$ ત્રિજયા ધરાવતી ચાપ તરીકે $P$ અને $Q$ બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ $I$ પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે $2\theta_0$ નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
બે ખૂબ લાંબા, સીધા, સમાંતર વાહક $A$ અને $B$ અનુક્રમે $5\,A$ અને $10\,A$ ના પ્રવાહનું વહન કરે છે અને તે એકબીજાથી $10\,cm$ ના અંતરે છે. બે વાહકમાં પ્રવાહની દિશા સમાન છે. બે વાહક વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે?$\left(\mu_0=4 \pi \times 10^{-7}\right. \;SI $ એકમમાં)
બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, $0.45 \,kg m ^{-1}$ જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ $0.15 \,T$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { $g =10 \,m / s ^{2}$ નો ઉપયોગ કરે.}
તારમાં $ i $ પ્રવાહ ઘન $X-$ દિશામા પસાર થાય છે.ચુંબકીયક્ષેત્ર $\overrightarrow B = {B_0}$ ($\hat i + \hat j + \hat k)$ $T$ છે.તો તેના પર કેટલું બળ લાગશે?