સાદા લોલકનો આવર્તકાળ $T =2 \pi \sqrt{\frac{\ell}{ g }}$ છે. $1\, mm$ ચોકસાઇથી લોલકની લંબાઈ માપતા $10\, cm$ મળે છે. $1\,s$ ની લઘુતમ માપશક્તિ વાળી ઘડિયાળથી માપતા $200$ દોલનનો સમય $100$ સેકન્ડ મળે છે. આ સાદા લોલક દ્વારા $g$ ના મૂલ્યને ચોકસાઈ સાથે માપતા પ્રતિશત ત્રુટી $x$ મળે છે.$x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું ($\%$ માં) હશે?

  • [JEE MAIN 2021]
  • A

    $2$

  • B

    $3$

  • C

    $5$

  • D

    $4$

Similar Questions

એક ભૌતિક રાશિ $x$ નું પારિમાણિક સૂત્ર $M^{-1}L^{3}T^{-2}$  છે. $L, M$ અને $T$ ના માપનમાં અનુક્રમે ત્રુટિઓ $3\%, 2\%$ અને $4\%$ છે. તો $x$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ........ $\%$

અવલોકનકાર દ્વારા નોંધવામાં આવતું પાણીનું પ્રારંભિક તાપમાન અને અંતિમ તાપમાન અનુક્રમે $ (40.6 \pm 0.2)^{\circ} C$  અને  $(78.3 \pm 0.3) ^{\circ} C$ છે. યોગ્ય ત્રુટિ મર્યાદામાં તાપમાનનો વધારો ...મળે.

રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના $12:00$ નો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે : 

  ઘડિયાળ $1$ ઘડિયાળ $2$
સોમવાર $12:00:05$ $10:15:06$
મંગળવાર $12:01:15$ $10:14:59$
બુધવાર  $11:59:08$ $10:15:18$
ગુરુવાર $12:01:50$ $10:15:07$
શુક્રવાર $11:59:15$ $10:14:53$
શનિવાર $12:01:30$  $10:15:24$
રવિવાર $12:01:19$ $10:15:11$

જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યાં હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો ? શા માટે ?

ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ $\alpha $ છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?

  • [JEE MAIN 2018]

બે અવરોધના મૂલ્યો $R_1 = 3 \Omega \pm 1\%$ અને $R_2 = 6 \Omega \pm 2\%$ છે જ્યારે તેમને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમના સમતુલ્ય અવરોધમાં ત્રુટિ ......... $\%$ થાય.