બે વર્તુળોની ત્રિજ્યાનો ગુણોત્તર $2:3$ છે. તેઓના બે લઘુવૃત્તાંશોના ખૂણાના માપનો ગુણોત્તર $5: 2$ છે, તો તે બે લઘુવૃત્તાંશોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર ........... થાય.
$10: 9$
$25: 9$
$5: 3$
$25: 6$
ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ $14 \,cm $ છે. જો મિનિટ કાંટો $1$ થી $10$ સુધી જાય ત્યારે આવરેલ ભાગનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય.
એક ઘડિયાળના મિનિટ$-$કાંટાની લંબાઈ $7$ સેમી છે. $20$ મિનિટના સમયગાળામાં તે ........ સેમી$^2$ વિસ્તાર આવૃત્ત કરે.
જેનું ક્ષેત્રફળ $784$ સેમી$^{2}$ છે તેવા એક ચોરસ પૂંઠા પર, મહત્તમ માપની ચાર વર્તુળાકાર તકતીઓ એવી રીતે ગોઠવેલી છે કે દરેક વર્તુળાકાર તકતી બીજી બે તકતીઓને સ્પર્શે અને ચોરસ પૂંઠાની દરેક બાજુ બે વર્તુળાકાર તકતીઓનો સ્પર્શક છે. ચોરસ પૂંઠાનો જેટલો ભાગ બાકી રહે તે ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^{2}$ માં)
આકૃતિમાં $10$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર ગણી દોરેલાં ચાપ બાજુઓ $BC, CA$ અને $AB$ ને અનુક્રમે $D, E$ અને $F$ માં છેદે છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.).(સેમી$^{2}$ માં)
$5$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક વૃત્તાંશના અનુરૂપ ચાપની લંબાઈ $3.5$ સેમી છે. તો આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)