બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર $4: 5$ છે, તો તેમનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર ......... હોય.
$4: 5$
$16: 25$
$25: 16$
$5: 4$
આકૃતિમાં $10$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર ગણી દોરેલાં ચાપ બાજુઓ $BC, CA$ અને $AB$ ને અનુક્રમે $D, E$ અને $F$ માં છેદે છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.).(સેમી$^{2}$ માં)
$28$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક લઘુચાપની લંબાઈ $22$ સેમી છે. તે ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો તથા તે ચાપથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.
$r$ ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ $\theta$ માપનો ખૂણો આંતરે છે, તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ$=$..........
એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35$ મી છે. મેદાનની અંદરની બાજુએ $3.5$ મી પહોળો રસ્તો છે. બે ત્રિજ્યા વચ્ચેના ખૂણાનું માપ $72$ હોય તેવી તે મેદાનની બે ત્રિજ્યાઓની વચ્ચેના ભાગમાં ? રસ્તાનું સમારકામ કરવાનું છે. એક મી$^2$ના ₹ $80$ ના દરે સમારકામનો ખર્ચ શોધો. (₹ માં)
વર્તુળો $\odot( O , 6)$ અને $\odot( P , 12)$ ના ક્ષેત્રફળોનો ગુણોતર મેળવો.