બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા $23$ સેમી અને $16$ સેમી છે. બે વર્તુળોની વચ્ચેના કંકણાકારનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$858$
$753$
$654$
$578$
એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56$ મી છે. તેની અંદર $7$ મી પહોળો રસ્તો છે. આકૃતિમાં બતાવ્યા મુજબના છાયાંકિત ભાગનું સમારકામ કરવાનું છે. સમારકામનો ખર્ચ ₹ $40$ મી$^2$ લેખે કેટલો થશે ? (₹ માં)
જો વર્તુળની પરિમિતિ ચોરસની પરિમિતિ જેટલી હોય, તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર .......
બે વર્તુળોની ત્રિજ્યાનો ગુણોત્તર $2:3$ છે. તેઓના બે લઘુવૃત્તાંશોના ખૂણાના માપનો ગુણોત્તર $5: 2$ છે, તો તે બે લઘુવૃત્તાંશોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર ........... થાય.
વર્તુળની ત્રિજ્યા $8.4\,cm$ હોય તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots cm$ થાય.
એક ઘડિયાળના મિનિટ$-$કાંટાની લંબાઈ $17.5$ સેમી છે. $15$ મિનિટના સમયગાળામાં તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ? (સેમી$^2$ માં)