મંગળ ગ્રહને બે ચંદ્રો છે. ફોબોસ અને હેલ્મોસ. $(i)$ ફોબોસનો આવર્તકાળ $7$ કલાક $19$ મિનિટ છે અને કક્ષીય ત્રિજ્યા $9.4 \times 10^{3} \;km$ છે. મંગળનું દળ શોધો. $(ii)$ પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષા $1.52$ ગણી છે. મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે. ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ આપણે સમીકરણ લગાડીએ. સૂર્યના દળની જગ્યાએ મંગળનું દળ $M_{m}$ લઈએ.

$T^{2}=\frac{4 \pi^{2}}{G M_{m}} R^{3}$

$M _{m}=\frac{4 \pi^{2}}{G} \frac{R^{3}}{T^{2}}$

$=\frac{4 \times(3.14)^{2} \times(9.4)^{3} \times 10^{18}}{6.67 \times 10^{-11} \times(459 \times 60)^{2}}$

$M _{m}=\frac{4 \times(3.14)^{2} \times(9.4)^{3} \times 10^{18}}{6.67 \times(4.59 \times 6)^{2} \times 10^{-5}}$

$=6.48 \times 10^{23} kg$

$(ii)$ વળી પાછા આપણે કેપ્લરના ત્રીજા નિયમની મદદ લઈએ.

$\frac{T_{M}^{2}}{T_{E}^{2}}=\frac{R_{M S}^{3}}{R_{E S}^{3}}$

જ્યાં $R_{\text {MS }}$ એ મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર છે તથા $R_{E S}$ એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે.

$\therefore T_{M}=(1.52)^{3 / 2} \times 365$

$=684$ દિવસ

આપણે નોંધીએ કે બુધ, મંગળ અને લુટોબર સિવાયના બધા ગ્રહોની કક્ષા વર્તુળાકારની ખૂબ નજીક જેવી છે. દાખલા તરીકે આપણી પૃથ્વી માટે અર્ધલઘુ અક્ષ અને અર્ધદીર્ઘ અક્ષનો ગુણોત્તર $b / a=0.99986$ છે.

Similar Questions

ઉપગ્રહ પૃથ્વીની ફરતે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ વર્તુળની ત્રિજ્યા ચંદ્રની પરિભ્રમણ ત્રિજ્યા થી અડધી છે તો ઉપગ્રહને $1$ પરિભ્રમણ કરલા લાગતો સમય કેટલો હોય ?

બે ગ્રહના સૂર્યથી અંતરનો ગુણોત્તર $1.38$ છે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય ?

પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે રહેલા $m$ દળના $A$ ઉપગ્રહ અને પૃથ્વીના કેન્દ્રથી $2r$ અંતરે રહેલા $2m$ દળના $B$ ઉપગ્રહના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?

એક ગ્રહ સૂર્યની આજુબાજુ લંબવૃતીય કળામાં ભ્રમણ કરે છે.જયારે તે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $1.6 \times {10^{12}}\,m$ અને વેગ $60 \,m/s$ છે.જયારે તે સૂર્યથી સૌથી દૂર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $8 \times {10^{12}}\,m$ અને તેનો વેગ $m/s$ માં કેટલો થાય?

ગ્રહની સૂર્યની આસપાસ ઉત્કેન્દ્રતા $e$ વાળી દીર્ધવૃત્તીય કક્ષામાં ગતિ દરમિયાન ચંદ્રનીચ અને ચંદ્રોચ્ય બિંદુએ ગતિઊર્જાનો ગુણોતર શું છે ?