$g$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ $.....\%$ હોય

(આપેલ : $g =\frac{4 \pi^2 L }{ T ^2}, L =(10 \pm 0.1) \,cm$, $T =(100 \pm 1)\,s )$

  • [NEET 2022]
  • A

    $2$

  • B

    $5$

  • C

    $3$

  • D

    $7$

Similar Questions

સાદા લોલકથી ગુરુત્વાકર્ષી  પ્રવેગ $(g)$ માપવાના એક પ્રયોગમાં $1$ સેકન્ડ વિભેદન (રીઝોલ્યુશન) ધરાવતી ધડીયાળ વડે $100$ દોલનોનાં મપાયેલા સમયથી મળતો આવર્તકાળ $0.5$ સેકન્ડ છે. જો $1\,mm$ ચોક્કસાઈથી મપાયેલ લંબાઈ $10\,cm$ છે. $g$ ના માપનમાં મળતી ચોકકસાઈ $x \%$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2022]

આપેલ તારનો અવરોધ તેમાંથી પસાર થતાં પ્રવાહ અને તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનાં તફાવત પરથી માપી શકાય છે. જો પ્રવાહ અને વૉલ્ટેજના માપનમાં દરેકની પ્રતિશત ત્રુટિ $3 \%$ હોય, તો અવરોધના માપનમાં કેટલી ત્રુટિ ($\%$) થાય?

  • [AIEEE 2012]

અવરોધ $R = \frac{V}{i} $ છે,જયાં $V= 100 \pm  5 V$ અને $ i = 10 \pm 0.2 \,amp$ હોય, તો $R$ માં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થશે.

$R_{1}=100 \pm 3$ $ohm$ અને $R_{2}=200 \pm 4$ $ohm$ અવરોધ ધરાવતા બે અવરોધોને $(a)$ શ્રેણીમાં $(b)$ સમાંતરે જોડેલ છે. $(a)$ શ્રેણી-જોડાણનો તથા $(b)$ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. $(a)$ માટે સંબંધ $R=R_{1}+R_{2}$ તથા $(b)$ માટે 

$\frac{1}{R^{\prime}}=\frac{1}{R_{1}}+\frac{1}{R_{2}}$ અને $\frac{\Delta R^{\prime}}{R^{\prime 2}}=\frac{\Delta R_{1}}{R_{1}^{2}}+\frac{\Delta R_{2}}{R_{2}^{2}}$ નો ઉપયોગ કરો.

નળાકારની લંબાઈ કે જે  $0.1\, cm $ જેટલી અલ્પતમ ક્ષમતા ધરાવતાં મીટર સળિયાની મદદથી માપેલ છે. તેનો વ્યાસ $ 0.01\,cm$  અલ્પત્તમ ક્ષમતા ધરાવતા વર્નિયર કેલીપર્સની મદદથી માપેલ છે. આપેલ લંબાઈ $ 5.0\, cm$ અને  $2.00\, cm $ વ્યાસ છે. કદમાં પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે .