એક માણસ મહત્તમ $136\,m$ શિરોલંબ ઊંચાઈ સુધી બોલ ફેકી શકે છે. સમાન બોલને મહત્તમ સમક્ષિતિજ કેટલા અંતર ($m$ માં) સુધી ફેંકી શકે છે તે $.....\,m$ છે
$192$
$136$
$272$
$68$
કણ ને $u$ વેગથી સમક્ષિતીજ સાથે ખૂણે $\theta$ ફેકવામા આવે તો મહત્તમ ઊચાઇએ તેના વેગમા કેટલો ફેરફાર થાય?
કણ માટે પ્રક્ષીપ ગતિનુ સમીકરણ $y =\sqrt{3} x -\frac{ gx ^2}{2}$ હોય તો પ્રક્ષિપ્તકોણ ......... $^o$ હશે.
$15^o$ ના ખૂણે $u$ વેગથી ફેંકેલા પદાર્થની અવધિ $R$ છે.તો તે પદાર્થને $45^o$ ના ખૂણે $2u$ વેગથી ફેંકતા પદાર્થની અવધિ કેટલી મળે?
એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા $12 \;cm$ છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એકધારી ગતિ કરે છે અને $100$ સેકન્ડમાં $7$ પરિભ્રમણ પૂરાં કરે છે. $(a)$ જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે ? $(b)$ શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે ? તેનું માન કેટલું હશે ? :
એક દડાને મકાનની ટોચ પરથી સમક્ષિતિજ સાથે $45^o$ ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. થોડા સમય બાદ તે જમીન સાથે અથડાય છે, તો ગતિપથના કયા બિંદુએ દડા માટે .........
$(a)$ મહત્તમ ઝડપ
$(b)$ ન્યૂનતમ ઝડપ
$(c)$ મહત્તમ પ્રવેગ - હશે તે જણાવો.