એક દડાને મકાનની ટોચ પરથી સમક્ષિતિજ સાથે $45^o$ ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. થોડા સમય બાદ તે જમીન સાથે અથડાય છે, તો ગતિપથના કયા બિંદુએ દડા માટે .........

$(a)$ મહત્તમ ઝડપ

$(b)$ ન્યૂનતમ ઝડપ

$(c)$ મહત્તમ પ્રવેગ - હશે તે જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $O$ બિંદુએથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો ગતિપથ $OABC$ છે.

$B$ બિંદુ પાસે, $O$ બિંદુ જેટલી જ વિરુદ્ધ દિશામાં ઝડપ હશે ત્યારબાદ તેની ઝડપ વધીને $C$ બિંદુ આગળ મહત્તમ બનશે.

$(b)$ $O$ બિંદુથી ઉપર તરફ ગતિ દરમિયાન તેની ઝડપ ધટશે અને $A$ બિંદુ આગળ ન્યૂનતમ હશે. $A$ બિંદુ આગળ ઝડપનો શિરોલંબ ધટક શૂન્ય અને માત્ર સમક્ષિતિજ ધટક હશે જે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન ન્યૂનતમ છે.

$(c)$ પ્રક્ષિપ્ત ગતિમાં પ્રવેગ હંમેશાં ગુરુત્વપ્રવેગ જેટલો સમચ્ર ગતિપથ દરમિયાન અયળ રહે છે.

885-s145

Similar Questions

પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ વ્યાખ્યાયિત કરો.

પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ ઝડપ એ પ્રારંભિક ઝડપ કરતાં અડધી છે. પ્રક્ષિપ્ત કોણ ($^o$ માં) કેટલો હશે?

  • [AIPMT 2010]

એક દડાને $v_0$ વેગથી $\theta $ ખૂણે પ્રક્ષિપ્ત કરવામા આવે છે.તે જ સમયે પ્રક્ષિપ્તબિંદુથી એક છાકરો ${v_o}/2$ ના વેગથી દોડવાનું શરૂ કરે છે.શું છોકરો દડાને કેચ કરી શકશે? જો,કરી શકે તો દડાનો પ્રક્ષિપ્તકોણ કેટલો હશે?

  • [AIEEE 2004]

સમક્ષિતિજ સાથે $40^{\circ}$ અને $50^{\circ}$ ના ખૂણે અનુકમે બે પ્રક્ષેપણ $A$ અને $B$ કરવામાં આવે છે. જેમનો વેગ સમાન છે.પછી $.............$

બે કણને એક જ સ્થાને થી સમાન વેગ $u$ થી પ્રક્ષિપ્ત કરતાં સમાન અવધિ $R$ મળે છે પરંતુ મહત્તમ ઊંચાઈ $h_1$ અને $h_2$ મળતી હોય તો નીચેનામાથી શું સાચું પડે?

  • [JEE MAIN 2019]