સમાંતર પ્લેટ કેપેસિટર $C$ ના બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન $V$ હોય, તો આ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે?
$\frac{1}{2}\,CV$
$\frac{1}{2}\,C{V^2}$
$CV$
$\frac{1}{{2\,VC}}$
એક સમાંતર પ્લેટ કેપેસીટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ $90 \,cm ^{2}$ અને બે પ્લેટ વચ્ચેનું અંતર $2.5\,mm$ છે. કેપેસીટરને $400\,V$ ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
$(a)$ કેપેસીટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહિત થયેલ છે?
$(b)$ આ ઊર્જાને બે પ્લેટવચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા મેળવો. આ પરથી uઅને વિદ્યુતક્ષેત્રના માનદ વચ્ચેનો સંબંધ મેળવો.
કૅપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુતઊર્જાનાં ત્રણ જુદા જુદા સૂત્રો જણાવો.
નીચે દોરેલ વિદ્યુત પરિપથમાં સંઘારકમાં સંગ્રહિત વિદ્યુતભાર__________$\mu \mathrm{C}$હશે.
$5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર $5\,\mu C$ વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ $2\,\mu F$ કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?
$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની સંગ્રહિત ઊર્જા અને વિદ્યુતભાર અનુક્રમે $W$ અને $Q$ છે. જો તેનો વિદ્યુતભાર $2Q$ જેટલો વધારવામાં આવે તો સંગ્રહ પામતી ઊર્જા કેટલી હશે ?