એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ (સ્થાન) પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ $1.\;5 m$ હોય, તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે ? અહીં આપેલ છે કે તે તેની પ્રારંભિક ઊર્જાની $5\%$ ઊર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે.

  • A

    $2.48$

  • B

    $8.69$

  • C

    $5.28$

  • D

    $7.48$

Similar Questions

એક પરિમાણમાં ગતિ કરતાં પદાર્થ પર ચલબળ માટેનો કાર્યઊર્જા પ્રમેય લખો.

એક કણ સમતલમાં $\overrightarrow{ F }=\left(4 x \hat{i}+3 y^{2} \hat{j}\right)$ જેટલું ચલ બળ અનુભવે છે. અંતર મીટરમાં અને બળ ન્યૂટનમાં છે તેમ  ધારો. જો કણ $x-y$ સમતલમાં બિંદૂ $(1,2)$ થી $(2,3)$ આગળ ખસે તો ગતિઉર્જા...........$J$ જેટલી બદલાશે.

  • [JEE MAIN 2022]

$10 N $ વજનનો બ્લોક $AB$ વક્ર પર સરકે છે. જેને સમક્ષિતિજમાં ખરબચડી સપાટી સાથે જોડેલો છે. ખરબચડી સપાટી અને બ્લોકનો ઘર્ષણાંક $0.20$ છે. જો બ્લોક ટ્રેક પર સમક્ષિતિજથી $1.0 m$ ઉંચાઈએથી સરકીને ખરબચડી  સપાટી પર $S$ જેટલા અંતર સુધી ગતિ કરતો હોય તો $S$ ની કિંમત ગણો.......$ m$ [$g = 10 m s^{-2}$]

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતો તાર સમક્ષિતિજ સપાટી પર એવી રીતે છે કે જેથી તેનો ${\left( {\frac{1}{n}} \right)^{th}}$ ભાગ સપાટી નીચે લટકે છે.તો લટકતા ભાગને સપાટી પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? 

  • [JEE MAIN 2019]

એક માધ્યમમાં $m= 10^{-2}$ $kg$ દળનો એક પદાર્થ ગતિ કરે છે,જે $F= -kv^2$ નો ઘર્ષણબળ અનુભવે છે.તેની પ્રારંભિક ઝડપ $v_0= 10$ $ms^{-1}$ છે.જો $10$ $s$ પછી તેની ઊર્જા $\frac{1}{8}$ $mv_0^2$ છે,તો $k$ નું મૂલ્ય

  • [JEE MAIN 2017]