$3850$ સેમી$^2$ ક્ષેત્રફળવાળા વર્તુળના કેન્દ્ર આગળ $90$ ના માપનો ખૂણો આંતરે તે ચાપની લંબાઈ ......... સેમી હોય.
$55$
$33$
$110$
$27.5$
$28$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક લઘુચાપની લંબાઈ $22$ સેમી છે. તે ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો તથા તે ચાપથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.
$20$ મી બાજુવાળા ઘાસથી આચ્છાદિત ચોરસના કોઈ એક $6$ મી લંબાઈના દોરડાથી એક વાછરડું બાંધેલું છે. જો દોરડાની લંબાઈ $5.5$ મી વધારવામાં આવે, તો વાછરડું ચરી શકે તેટલું વધારાનું ક્ષેત્રફળ શોધો. (મી$^{2}$ માં)
એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35$ મી છે. મેદાનની અંદરની બાજુએ $3.5$ મી પહોળો રસ્તો છે. બે ત્રિજ્યા વચ્ચેના ખૂણાનું માપ $72$ હોય તેવી તે મેદાનની બે ત્રિજ્યાઓની વચ્ચેના ભાગમાં ? રસ્તાનું સમારકામ કરવાનું છે. એક મી$^2$ના ₹ $80$ ના દરે સમારકામનો ખર્ચ શોધો. (₹ માં)
જો $r$ ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ, $2r$ ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ જેટલી હોય, તો પહેલા વર્તુળના અનુરૂપ વૃત્તાંશનો ખૂણો, બીજા વર્તુળના અનુરૂપ વૃત્તાંશના ખૂણા કરતાં બમણો હોય. આ વિધાન અસત્ય છે ? શા માટે ?
એક ટ્રકના ટાયરનો પરિઘ $440\, cm $ છે અને તે પ્રતિ મિનિટ $250$ પરિભ્રમણ કરે છે. તો ટ્રકની ગતિ $\ldots \ldots \ldots \ldots km / h$ થાય.