$2L$ લંબાઈના એક સમાન સળીયા $AB$ ના બન્ને છેડા વચ્ચે તાપમાનનો તફાવત $120^oC$ રાખવામાં આવે છે. $AB$ સળીયા જેટલો જ આડછેદ ધરાવતો અને $\frac{3L}{2}$ લંબાઇનો એક બીજા વાંકા સળીયા $PQ$ ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સળીયા $AB$ સાથે જોડવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં $P$ અને $Q$ વચ્ચે તાપમાનનો તફાવત ....... $^oC$ ની નજીકનો હશે
$45$
$75$
$60$
$35$
લાકડાનો બ્લોક અને ધાતુનો બ્લોક સમાન ઠંડો અને ગરમ અનુભવાય તો લાકડાના અને ધાતુના બ્લોકનું તાપમાન...
નીચેનામાંથી કયો નળાકાર સળિયો (ત્રિજ્યા $ r$ અને લંબાઈ $l$), દરેક સમાન દ્રવ્યનો બનેલો છે, જેના છેડા વચ્ચે સમાન તાપમાનનો તફાવત ધરાવે છે, મહત્તમ ઉષ્માનું વહન કરશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબનું તંત્ર સ્થાયી અવસ્થામાં છે. તો સ્ટીલ તાંબાના જંક્શનનું તાપમાન કેટલું હશે ? સ્ટીલના સળિયાની લંબાઈ $= 15.0\, cm$. તાંબાના સળિયાની લંબાઈ $= 10.0\, cm$. ભટ્ટીનું તાપમાન $= 300 \,^oC$. બીજા છેડાનું તાપમાન $0 \,^oC$. સ્ટીલનાં સળિયાનાં આડછેદનું ક્ષેત્રફળ તાંબાના સળિયાના આડછેદના ક્ષેત્રફળ કરતાં બમણું છે. (સ્ટીલની ઉષ્માવાહકતા $= 50.2\, J\,s^{-1} \, m^{-1}\, K^{-1}$ અને તાંબાની ઉષ્માવાહકતા $=385\,J\,s^{-1}\,m^{-1}\,K^{-1}$
ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ......છે.
સમાન દ્રવ્યના બનેલા બે સળિયામાંથી ઉષ્મા પસાર થાય છે. તેમના વ્યાસનો ગુણોત્તર $1:2$ અને લંબાઇનો ગુણોત્તર $2:1$ છે. જો તેમના બંને છેડાના તાપમાનનો તફાવત સમાન હોય, તો તેમાંથી પસાર થતી ઉષ્મા વહનના દરનો ગુણોત્તર કેટલો થાય?