એક સ્ટીલના તારની લંબાઈ $0.72\, m$ અને તેનું દળ $5.0 \times 10^{-3}\, kg$ છે. જો તાર $60\, N$ ના તણાવ હેઠળ હોય, તો તાર પર લંબગત તરંગની ઝડપ કેટલી હશે ?
તારનું એકમ લંબાઈ દીઠ દળ
$\mu =\frac{5.0 \times 10^{-3} \,kg }{0.72 \,m }$
$=6.9 \times 10^{-3} \,kg \,m ^{-1}$
તણાવ $T = 60\, N$
તાર પર તરંગની ઝડપ
$v=\sqrt{\frac{T}{\mu}}=\sqrt{\frac{60\, N }{6.9 \times 10^{-3} \,kg \,m ^{-1}}}=93 \,m \,s ^{-1}$
જો તાણમાં $4\, \%$ નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... $\%$ જેટલો પ્રતિશત વધારો થશે.
$m_1$ દ્રવ્યમાન અને $ L$ લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે $m_2 $ દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર $\lambda_1 $ તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ $\lambda_2$ થાય છે. $\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}$ નો ગુણોત્તર કેટલો થાય?
$5\, gm$ રેખીય ઘનતા ધરાવતા એક ખેંચાયેલ તાર પર ના પ્રગામી તરંગનું સમીકરણ
$y = 0.03\,sin\,(450\,t -9x)$ છે જ્યાં અંતર અને સમય $SI$ એકમોમાં માપવામાં આવે છે. આ તારમાં તણાવ _____ $N$ હશે
તણાવવાળી દોરી પર લંબગત તરંગની ઝડપનું સૂત્ર મેળવો.
બે દઢ આધાર વચ્ચે તણાવવાળી એક દોરી $45\, Hz$ આવૃત્તિ સાથે તેના મૂળભૂત મોડમાં દોલનો કરે છે. દોરીનું દળ $3.5 \times 10^{-2}\, kg$ અને તેની રેખીય દળ ઘનતા $4.0 \times 10^{-2}\, kg \,m^{-1}$ છે. $(i)$ દોરી પર લંબગત તરંગની ઝડપ કેટલી હશે ? $(ii)$ દોરીમાં તણાવ કેટલો હશે ?