તણાવવાળી દોરી પર લંબગત તરંગની ઝડપનું સૂત્ર મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે દોરીમાં વિક્ષોભ ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારે દોરી પરના તરંગો માટે પુનઃસ્થાપક બળ, તણાવ $T$ અને માધ્યમના જડત્વીય ગુણધર્મ તરીકે રેખીય દળ ધનતા $\mu$,

$\mu=$દોરીનુંદળ$(m)$/દોરીની લંબાઈ$L$ સેવામાં આવે છે.

આ બંનેની મદદથી યાંત્રિક તરંગોની ઝડપ નક્કી થાય છે.

આ માટે $[\mu]=\left[ M ^{1} L ^{-1}\right]$ અને $[ T ]=\left[ M ^{1} L ^{1} T ^{-2}\right]$ એમ બંનેને એવી રીતે સંયોજિત કરવા પડે,કે જેથી તેમનું સંયોજન ઝડપના પરિમાણ આપે.

આવું સંયોજન $\frac{ T }{\mu}$ છે.

$\therefore \frac{\left[ M ^{1} L ^{1} T ^{-2}\right]}{\left[ M ^{1} L ^{-1}\right]}=\left[ L ^{2} T ^{-2}\right]$ જે વેગના વર્ગના પરિમાણ છે.

$\therefore v^{2} \propto \frac{ T }{\mu}$

$\therefore v= C \sqrt{\frac{ T }{\mu}}$

જ્યાં $C$ એ પરિમાણિક વિશ્લેષણનો અનિર્ણિત અચળાંક છે. જેનું મૂલ્ય $1$ મળે છે.

$\therefore$ ખેંચાયેલી દોરી પરના લંબગત તરંગની ઝડપનું સૂત્ર $v=\sqrt{\frac{ T }{\mu}}$ છે.

અહીં દોરી પર તરંગની ઝડપનો આધાર $T$ અને $\mu$ પર છે પણ તરંગની પોતાની તરંગલંબાઈ કે આવૃત્તિ પર આધારિત નથી.

Similar Questions

એક સ્ટીલના તારની લંબાઈ $12$ $m$ અને દળ $2.10$ $kg$ છે. જ્યારે તેના પર $2.06{\rm{ }} \times {10^4}$ $\mathrm{N}$ નું તણાવ લગાડવામાં આવે ત્યારે આ તારમાં લંબગત તરંગની ઝડપ કેટલી છે ?

જો તાણમાં $4\, \%$ નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... $\%$ જેટલો પ્રતિશત વધારો થશે.

  • [JEE MAIN 2021]

લંબાઈ $L$ અને એકરૂપ ઘનતા વાળા લટકતાં દોરડાના નીચેના છેડ સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ સ્પંદ દોરડાના મધ્યબિંદુ પાસે પહોંચે છે ત્યારે સ્પંદની ઝડપ શોધો.

યાંત્રિક તરંગોની ઝડપ નક્કી કરવા માધ્યમના કયા ગુણધર્મો જરૂરી છે તે સમજાવો.

દોરીમાં પ્રસરતા લંબગત તરંગને સમીકરણ $y=2 \sin (10 x+300 t)$, વડે દર્શાવાય છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. અને $t$ સેકન્ડમાં છે. જે દોરીની ધનતા $0.6 \times 10^{-3} \,g / cm$, હોય તો દોરીમાં તણાવ ............ $N$