નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો :
$(a)$ $\quad| a + b | \leq| a |+| b |$
$(b)$ $\quad| a + b | \geq| a |-| b |$
$(c)$ $\quad| a - b | \leq| a |+| b |$
$(d)$ $\quad| a - b | \geq| a |-| b |$
તેમાં સમતાનું ચિહ્ન ક્યારે લાગુ પડે છે ?
બે સમાન મૂલ્યના સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય કોઈ એક સદિશના મૂલ્ય જેટલું થાય છે, તો બે સદિશ વચ્ચેનો ખૂણો જણાવો.
જો એક કણ બિંદુ $P (2,3,5)$ થી બિંદુ $Q (3,4,5)$ સુધી ગતિ કરે તો તેનો સ્થાનાંતર સદીશ કેટલો થાય?
બે બળો $\overrightarrow{\mathrm{P}}$ અને $\overrightarrow{\mathrm{Q}}$ ના સરવાળાનું પરિણામી $\overrightarrow{\mathrm{R}}$ એવી રીતે મળે છે કે જેથી $|\overrightarrow{\mathrm{R}}|=|\overrightarrow{\mathrm{P}}| .$ તો $2 \overrightarrow{\mathrm{P}}$ અને $\overrightarrow{\mathrm{Q}}$ ના પરિણામી એ $\overrightarrow{\mathrm{Q}}$ સાથે બનાવેલો ખૂણો (ડિગ્રીમાં) કેટલો હશે?
વસ્તુ ઉપ૨ $\vec{F}_1$ અને $\vec{F}_2$ બળ પ્રવર્ત છે. એક બળનું મૂલ્ય બીજા બળ કરતા ત્રણ ગણું છે અને આ બે બળોનું પરિણામી બળ મૂલ્યમાં મોટા બળ જેટલું મળે છે. બળ $\vec{F}_1$ અને $\vec{F}_2$ વચ્ચેનો કોણ $\cos ^{-1}\left(\frac{1}{n}\right)$ છે. $|n|$ નું મૂલ્ય. . . . . . . . .થશે.