કારણ આપો કે કૉપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ (આયર્નની મિશ્રધાતુ) વપરાતું નથી.
આયર્ન (અથવા સ્ટીલ) એ કૉપર કરતાં વધુ સક્રિય (પ્રતિક્રિયાત્મક) હોવાથી તે વરાળના સંપર્કમાં આવવાથી ગરમ પાણીમાં $Fe_3O_4$ (આયર્ન ઑક્સાઇડ) બનાવે છે.
$3 Fe (s)+4 H _{2} O (g) \quad \rightarrow \quad Fe _{3} O _{4}(s)+ H _{2} O (l)$
લોખંડ (સ્ટીલ) આયર્ન ઑક્સાઇડ
$Cu (s)+ H _{2} O \rightarrow$ પ્રક્રિયા થતી નથી.
આથી, કૉપર $(Cu)$ એ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ વપરાતું નથી.
ધાતુને તેના ઑક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે ?
કઈ ધાતુઓ આસાનીથી કટાતી નથી ?
તમે ચોક્કસપણે નિસ્તેજ (ઝાંખા) તાંબાના વાસણો લીંબુ અથવા આમલીના રસ વડે શુદ્ધ થતાં જોયાં છે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો. શુદ્ધ કરવા માટે અસરકારક છે ?
કારણ આપો : કાર્બોનેટ અને સલ્ફાઇડ અયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષણ દરમિયાન ઑક્સાઇડમાં ફેરવાય છે.
આ પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો.
$(i)$ વરાળ સાથે લોખંડ
$(ii)$ પાણી સાથે કૅલ્શિયમ અને પોટેશિયમ