$\frac{1}{\sqrt{2}}$ ના છેદનું સંમેયીકરણ કરો.
આપણે જેનો છેદ સંમેય સંખ્યા હોય એવી એક સમકક્ષ અભિવ્યક્તિમાં $\frac{1}{\sqrt{2}}$ ને દર્શાવીશું . આપણે જાણીએ છીએ કે $\sqrt{2} \cdot \sqrt{2}$ સંમેય સંખ્યા છે. આપણે એ પણ જાણીએ છીએ કે $\frac{1}{\sqrt{2}}$ કે $\frac{\sqrt{2}}{\sqrt{2}}$ વડે ગુણવાથી તેને સમકક્ષ અભિવ્યક્તિ મળે છે, કારણ કે $\frac{\sqrt{2}}{\sqrt{2}}=1$ છે. આ બંને તોને ભેગાં કરીએ તો આપણને $\frac{1}{\sqrt{2}}=\frac{1}{\sqrt{2}} \times \frac{\sqrt{2}}{\sqrt{2}}=\frac{\sqrt{2}}{2}$મળે. આ સ્વરૂપમાં સંખ્યારેખા પર $\frac{1}{\sqrt{2}}$ નું નિરૂપણ કરવું સહેલું થઇ જાય. આ સંખ્યા $ 0$ અને $\sqrt 2$ નું મધ્યબિંદુ છે.
તમે જાણો છો કે $\frac{1}{7}=0 . \overline{142857}$ છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર $\frac{2 }{7},\, \frac{3}{7}$, $\frac{4}{7},\, \frac{5}{7}, \,\frac{6}{7}$ ની દશાંશ-અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો ? જો હા, તો કેવી રીતે ?
સાદું રૂપ આપો
$(i)$ $2^{\frac{2}{3}} \cdot 2^{\frac{1}{5}}$
$(ii)$ $\left(\frac{1}{3^{3}}\right)^{7}$
$(iii)$ $\frac{11^{\frac{1}{2}}}{11^{\frac{1}{4}}}$
$(iv)$ $7^{\frac{1}{2}} \cdot 8^{\frac{1}{2}}$
$\frac{10}{3},\, \frac{7}{8}$ અને $\frac{1}{7}$ ની દશાંશ અભિવ્યક્તિ મેળવો.
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$(i)$ દરેક અસંમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે.
$(ii)$ સંખ્યારેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા $m$ માટે $\sqrt m$ સ્વરૂપનું હોય છે.
$(iii)$ દરેક વાસ્તવિક સંખ્યા એ અસંમેય સંખ્યા છે.
સાબિત કરો કે $0.3333... =$ $0 . \overline{3}$ ને $p$ પૂર્ણાક હોય અને $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p,\, q$ માટે $\frac {p }{q }$ સ્વરૂપમાં દર્શાવી શકાય છે.