નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિઓ પૈકી કોને એકમ હોય અને કોને એકમ ન હોય ? 

Similar Questions

ત્રણ વિદ્યાર્થી $S_{1}, S_{2}$ અને $S_{3}$ એ સાદા લોલકની મદદથી ગુરુત્વપ્રવેગ $(g)$ માપવાનો પ્રયોગ કરે છે. તે જુદી જુદી લંબાઈના લોલક વડે જુદા જુદા દોલનોની સંખ્યા માટેનો સમય નોંધે છે. આ અવલોકનો નીચેના ટેબલમાં આપેલા છે. 

વિદ્યાર્થીની સંખ્યા  લોલકની લંબાઈ $(cm)$ દોલનોની સંખ્યા $(n)$ દોલનો માટેનો કુલ સમય આવર્તકાળ $(s)$
$1.$ $64.0$ $8$ $128.0$ $16.0$
$2.$ $64.0$ $4$ $64.0$ $16.0$
$3.$ $20.0$ $4$ $36.0$ $9.0$

(લંબાઇની લઘુતમ માપશક્તિ $=0.1 \,{m}$, સમયની લઘુતમ માપશક્તિ$=0.1\, {s}$ )

જો $E_{1}, E_{2}$ અને $E_{3}$ એ $g$ માં અનુક્રમે $1,2$ અને $3$ વિદ્યાર્થીની પ્રતિશત ત્રુટિ હોય, તો લઘુત્તમ પ્રતિશત ત્રુટિ કયા વિદ્યાર્થી દ્વારા મેળવાય હશે?

  • [JEE MAIN 2021]

$100$ અવલોકનોના સમાંતર મધ્યની અવ્યવસ્થિત ત્રુટિ (random error) $x$ હોય તો $400$ અવલોકનોના સમાંતર મધ્યની અવ્યવસ્થિત ત્રુટિ (random error) કેટલી થાય?

ઓહમના નિયમના પ્રયોગમાં જુદાં જુદાં અવલોકનો દરમિયાન એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય  $4.12 \Omega , 4.08 \Omega , 4.22 \Omega $ અને $ 4.14 \Omega$  મળે છે. અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ અનુક્રમે ....... મળે.

કોપરના બનેલા $l$ મીટર લંબાઇના તારનું તાપમાન $10^oC$ વધારતાં તેની લંબાઇ $2\%$ વધે છે.તો $l$ મીટર ચોરસ કોપરની પ્લેટનું તાપમાન $10^oC$ વધારતાં તેના ક્ષેત્રફળમાં .......  $\%$ વધારો થાય.

એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં તારની જાડાઈ સ્ક્રૂગેજની મદદથી માપે છે. તેના આવલોકનો $1.22 \,mm , 1.23 \,mm , 1.19 \,mm$ , $1.20 \,mm$ છે. પ્રતિશત ત્રૂટિ $\frac{x}{121} \%$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2022]