પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતા પ્રવેગનું સમીકરણ મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પૃથ્વીને એક ગોળો ધારો. આ ગોળાને ધણા બધા સમકેન્દ્રિય ગોળાકાર કવચોનો બનેલો ધારી શકાય. જેમાં સૌથી નાની કવચ કેન્દ્ર પર અને સૌથી મોટી કવચ સપાટી પર હોય છે.

પૃથ્વીની બહાર આવેલા બિદુએે કોઈ કણ વિચારો.

આમ સમગ્ર પૃથ્વી વડે તે કણ પર લાગતું બળ શોધવા માટે સમગ્ર પૃથ્વીનું દળ તેના કેન્દ્ર પર કેન્દ્રીત થયેલું ગણી શકીએ. પૃથ્વીના અંદરના બિંદુ માટે પરિસ્થિતિ જુદી છે. આ બાબત આકૃતિમાં દર્શાવેલ છે.

$M _{ E }$ દળ અને $R _{ E }$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી $d$ ઊંડાઈ પર આવેલ ખીણમાં દળ $m$ રહેલ છે. આપણે પૃથ્વીને ગોળીય સંમિતિ ધરાવતી ગણી છે.

પૃથ્વીને અનેક સમકેન્દ્રિય કવચોની બનેલી કલ્પો.

પૃથ્વીના કેન્દ્રથી $r\left(r< R _{ E }\right)$ અંતરે $P$ બિંદુએ એક બિંદુવત દળ $m$ છે.

$P$ બિંદુ $r$ ત્રિજ્યાના ગોળાની સપાટી પર છે.

$r$ કરતા વધુ ત્રિજ્યા ધરાવતી કવચો માટે $P$ બિંદુ અંદર રહેલું છે. આથી આ કવચો $P$ પાસે રાખેલા $m$ દળ પર તેઓ કોઈ બળ લગાડતા નથી.

$P$ પરના કણનું દળ $m$,$r$ ત્રિજ્યાના ગોળાનું દળ $m_r$ હોય તો,$P$ પરના કણ પર પૃથ્વીના કેન્દ્ર પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ 

$F  =\frac{ G m M _{r}}{r^{2}}$$\ldots$ (1)

પૃથ્વીની ત્રિજ્યા $R _{ E }$ અને પૃથ્વીને નિયમિત ધનતા ધરાવતી ધારી છે.

તેથી પૃથ્વીનું દળ $M _{ E }=\left(\frac{4}{3} \pi R _{ E }^{3}\right) \rho$

$\therefore \frac{4}{3} \pi \rho =\frac{ M _{ E }}{ R _{ E }^{3}}$

$M _{r}=\frac{4}{3} \pi r^{3} \rho$

889-s53g

Similar Questions

જો પૃથ્વીની ત્રિજ્યા $6000\, km$ હોય તો સપાટી થી $6000 \,km $ ઊંચાઈએ પદાર્થનું વજન તેના સપાટી પરના વજન કરતાં...

જો પૃથ્વીની ઘનતા $4$ ગણી અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો માણસનું વજન અત્યારના વજન થી

$R$ પૃથ્વીની ત્રિજયા અને $\omega $ કોણીય ઝડપ છે.ઘ્રુવપ્રદેશ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g_p$ છે.તો $60^o$ અંક્ષાશ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું થાય?

એક ગ્રહ ની સપાટી પર ગુરુત્વ પ્રવેગ નૂ મૂલ્ય પૃથ્વીની સપાટી કરતાં ચોથા ભાગનું છે જો સ્ટીલ ના દડા ને તે ગ્રહ પર લઈ જતાં નીચેના માથી કયુ સાચું નથી

$W$ વજન ધરાવતી વસ્તુને પૃથ્વી ત્રિજ્યા કરતા નવ ગણી ઊંચાઈ સુધી પૃથ્વીની સપાટી ઉપરથી ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.આ ઊંચાઈએ વસ્તુનું વજન $..........$ થશે.

  • [JEE MAIN 2023]