પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
સપુષ્પી વનસ્પતિઓ સ્વ-પરાગનયનને અવરોધવા અને પર-પરાગનયનને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે. કેટલીક જાતિઓમાં, પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ-ક્ષમતાનો તાલમેળ હોતો નથી.
પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે. બીજી કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદાં-જુદાં સ્થાનોએ આવેલ હોય છે
. જેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી. આ બંને પ્રયુક્તિઓ સ્વફલન (autogamy) ને અવરોધે છે. ત્રીજી પ્રયુક્તિ જે અંત:સંવર્ધન (inbreeding) ને અટકાવે છે, તે સ્વ-અસંગતતા (self-incompatibility) કહેવાય છે. આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને/અવરોધીને (તે જ પુષ્પ અથવા તે જ વનસ્પતિના અન્ય પુષ્પ) સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.
સ્વ-પરાગનયનને અટકાવવા માટેની એક પ્રયુક્તિ છે કે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવાં. જો નર અને માદા બંને પ્રકારનાં પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય (એકસદની) જેવાં કે દિવેલા અને મકાઈમાં સ્વફલન અટકાવી શકાય છે; પરંતુ ગેઈટેનોગેમી નહિ ! પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય છે. જેથી આવી વનસ્પતિ નર કે માદા (દ્વિસદની) કહેવાય છે. આવી પરિસ્થિતિ સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અટકાવે છે.
દિવેલા અને મકાઈ જેવી એકદળી વનસ્પતિમાં.
વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય તેને કહેવાય.
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?
સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?
કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે?
$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો
$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા
$(iii)$ એકસદની વનસ્પતિ
$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન
$(v)$ સ્વઅસંગતતા
$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા
$(vii)$ સ્વ-સંગતતા