દ્રીલિંગી હવાઈ પુષ્પોમાં સ્વપરાગનયન (સ્વફ્લન) અટકાવવાના ત્રણ તબક્કાઓ જણાવો.
હવાઈ દ્વિલિંગી પુષ્પમાં સ્વફલન અટકાવવા માટે નીચે મુજબના ત્રણ તબક્કાઓ ઉદ્દવિકસિત કરેલ છે :
$(a)$ પૃથક પક્વતા (Dichogamy) $:$ આ પદ્ધતિમાં પરાગરજ મુક્ત થાય છે. પરંતુ પરાગાસનની સ્વીકૃતિ માટે સ્વયં અસંગત હોય છે. સૂર્યમુખીમાં પરાગાસન પરિપક્વ બની પરાગરજ સ્વીકારે તે પહેલાં પરાગરજ મુક્ત થાય છે. ધતુરા સોલેનમમાં પરાગરજ મુક્ત થાયતે ખૂબ પહેલાં પરાગાસન તૈયાર થયેલ હોય છે કે જેથી પરપરાગનયન શક્ય બને છે.
$( b )$ અનાત્મપરાગણતા $:$ જ્યારે નર અને માદા પ્રજનન અંગોને જુદી જુદી સ્થિતિમાં અને જુદી જુદી દિશામાં રાખવામાં આવે તેને અનાત્મપરાગણતા કહે છે, આ વનસ્પતિઓમા પરાગરજ , એક જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવી શકતા નથી.આથી પરપરાગનયન થાય છે. ઉદા, હિબિસ્ક્સ (જાસૂદ); ગ્લોરીસા-કંકાસણી
$(c)$ સ્વવંધ્યતા (self sterility) $:$ આ જનીનજાત પદ્ધતિ છે. તે પરાગરજનું અંકુરણ અને સ્ત્રીકેસરમાં પરાગનલિકાની વૃદ્ધિ અટકાવે છે. ઉદા. એબોટીલોન
......... વનસ્પતિમાં સ્વફલન અને ગેઈટેનોગેમી થઈ શકતું નથી?
સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું ? તેનું મહત્વ સમજાવો.
પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?