નીચે બે વિધાનો આપેલા છે : ધારોકે $\Omega$ નિદર્શાવકાશ અને $A \subseteq \Omega$ એક ધટના છે.
$(S1) :$ જો $P(A) =0$ હોય, તો $A =\emptyset$
$(S2) :$ જો $P ( A )=1$ હોય, તો $A =\Omega$
તો
ફક્ત $(S1)$ સાચું છે.
ફક્ત $(S2)$ સાચું છે.
$(S1)$ અને $(S2)$ બંને સાચાં છે.
$(S1)$ અને $(S2)$ બંને ખોટા છે.
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.
એક પણ છાપ નહિ.
કાગળની ચાર ચબરખી પર $1, 2, 3$ અને $4$ સંખ્યાઓ લખી છે. આ ચબરખીને એક ડબામાં મૂકીને સારી રીતે મિશ્ર કરી દીધી છે. એક વ્યક્તિ ડબામાંથી પાછી મૂકયા વગર એક પછી એક બે ચબરખીઓ કાઢે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ વર્ણવો.
એકમ સમયે બે પાસા ફેંકતા નીચે આપેલ સંભાવના શોધો.
$(1)$ આ સંખ્યાઓ સમાન જોવા મળે.
$(2)$ સંખ્યાઓનો તફાવત $1$ જોવા મળે.
એક પાસો બે વખત ફેંકતા, તેના અંકોનો સરવાળો $6$ હોય, તો તે પૈકી ઓછામાં ઓછી એક વખત $4$ મળવાની સંભાવના કેટલી થાય ?
ધારો કે જેમાં બરાબર એક અંક $7$ હોય જ તેવી $4-$અંકોની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ $A$ છે. તો યાદચ્છિક રીતે પસંદ કરેલ $A$ ના એક ઘટકને $5$ વડે ભાગતાં શેષ $2$ વધે તેની સંભાવના ..... છે.