એક પાસો બે વખત ફેંકતા, તેના અંકોનો સરવાળો $6$ હોય, તો તે પૈકી ઓછામાં ઓછી એક વખત $4$ મળવાની સંભાવના કેટલી થાય ?
$1/6$
$2/5$
$3/5$
$1/2$
એક ઘટનામાં એક સિક્કાને ઉછાળવામાં આવે છે. જો તેના પર છાપ આવે તો તે સિક્કાને ફરીથી ઉછાળવામાં આવે છે. જો પ્રથમ વખત ઉછાળવાથી તેના પર કાંટો મળે તો એક પાસો ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શોધો.
શહેર પરિષદમાં ચાર પુરુષો અને છ સ્ત્રીઓ છે. જો એક સમિતિ માટે યાદચ્છિક રીતે એક પરિષદ-સભ્ય પસંદ કરવામાં આવ્યા છે, તો એક સ્ત્રી-સભ્યની પસંદ થવાની સંભાવના કેટલી?
જો જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમમાં જાણવામાં આપણી રુચિ હોય તો તેનો નિદર્શાવકાશ શું થશે ?
એક પાકીટ $4$ તાંબાના અને $3$ ચાંદીના સિક્કા ધરાવે છે. બીજુ પાકીટ $6$ તાંબાના અને $2$ ચાંદીના સિક્કા ધરાવે છે. આ બે પાકીટ પૈકી કોઈ પણ એકમાંથી એક સિક્કો લેવામાં આવે, તો તે તાંબાનો હોવાથી સંભાવના કેટલી થાય ?
એક સિક્કો અને એક સમતોલ પાસો ઉછાળવાના પ્રયોગમાં સિક્કો છાપ અને પાસો $6$ દર્શાવે તેની સંભાવના …….. છે.