એક વર્નિયર કેલીપર્સમાં મુખ્ય કાપાના દરેક $cm$ ને $20$ સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો વર્નિયરના $10$ કાપાઓ મુખ્ય સ્કેલ પરના $9$ કાપા સાથે સંપાત થાય, તો વર્નિયર અચળાંકનું મૂલ્ય ........... $\times 10^{-2} \,mm$ હશે.
$3$
$5$
$7$
$9$
સ્ક્રૂગેજના વર્તુળાકાર સ્કેલના બે પૂર્ણ આંટા દ્વારા મુખ્ય સ્કેલ પર $1\; mm$ નું અંતર નક્કી થાય છે. વર્તુળાકાર સ્કેલ પર કુલ $50$ કાપા છે. તેની સાથે એવું જોવા મળ્યું છે કે સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ $-0.03\;mm$ છે. જ્યારે એક પાતળા તારનો વ્યાસ માપવાના પ્રયોગમાં વિદ્યાર્થી મુખ્ય સ્કેલ પર $3\; mm$ વાંચન કરે છે. મુખ્ય સ્કેલને અનુરૂપ વર્તુળકાર સ્કેલના કાપાઓની સંખ્યા $35$ છે. તારનો વ્યાસ ($mm$ માં) કેટલો હશે?
સ્ક્રૂગેજની મદદથી તાર માટે વ્યાસ માપતી વખતે નીચે મુજબના અવલોકન મળે છે.
મુખ્ય સ્કેલ પરનું અવલોકન $=1 \mathrm{~mm}$.
વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $=42$ વિભાગો
સ્ક્રૂગેજ માટે પીચનું મૂલ્ય $1 \mathrm{~mm}$ અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $100$ વિભાગો છે. તારનો વ્યાસ $\frac{x}{50} m m$ મળે છે. $x$ નું મૂલ્ય. . . . . હશે.
ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવા માટે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. જો $1 \,cm$ ના મુખ્ય સ્કેલ ઉપર $40$ કાપાઓ આવેલા હોય અને $50$ વર્નિયર સ્કેલ પરના કાપાઓ મુખ્ય સ્કેલ પરના $49$ કાપાઓ સાથે બંધ બેસતા હોય, તો ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લધુત્તમ માપશક્તિ ............. $\times 10^{-6} \,m$. હશે.
એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર $100$ કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ $0.5\,mm$ અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી $6$ કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે $4$ રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો $46$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ $..........\times 10^{-2}\,mm$ થશે.