એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર $100$ કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ $0.5\,mm$ અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી $6$ કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે $4$ રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો $46$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ $..........\times 10^{-2}\,mm$ થશે.
$23$
$20$
$21$
$22$
એક વર્નિયર કેલીપર્સમાં મુખ્ય કાપાના દરેક $cm$ ને $20$ સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો વર્નિયરના $10$ કાપાઓ મુખ્ય સ્કેલ પરના $9$ કાપા સાથે સંપાત થાય, તો વર્નિયર અચળાંકનું મૂલ્ય ........... $\times 10^{-2} \,mm$ હશે.
એક પ્રિઝમનો પ્રિઝમ કોણ માપવા વપરાતા એક સ્પેક્ટ્રોમીટર નીચે પ્રમાણેનાં અવલોકનો દર્શાવે છે:
મુખ્ય માપનું અવલોકન : $58.5$ ડિગ્રી
વર્નિયર માપનું અવલોકન : $9$ મો કાપો મુખ્ય માપનાં એક કાપાનું મૂલ્ય $0.5$ ડિગ્રી છે. વર્નિયર માપ પરનાં કુલ $30$ કાપા છે જે મુખ્ય માપનાં $29$ કાપા બરાબર થાય છે. તેમ આપેલું છે. ઉપરોક્ત માહિતી પરથી પ્રિઝમનો પ્રિઝમ કોણ (ડિગ્રીમાં) કેટલો થાય?
વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલનો એક કાંપો $1\ mm$ માપે અને વર્નિયર સ્કેલના કાંપા સમાંતર શ્રેણીમાં છે. પ્રથમ કાંપો $0.95\ mm$, બીજો કાંપો $0.9\ mm$ અને તેવી જ રીતે. જ્યારે પદાર્થને વર્નિયર કેલિપર્સના જબાદની અંદર મૂકવામાં આવે ત્યારે વર્નિયરનો શૂન્ય કાંપો $3.1\ cm$ અને $3.2\ cm$ ની વચ્ચે અને વર્નિયરનો ચૌથો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે તો વર્નિયરનું અવલોકન .......... $cm$ હશે.
જો વર્નીયર કેલીપર્સમાં $10 \,VSD$ એ $8 \,MSD$ સાથે મળી આવે છે, તો પછી વર્નીયર કેલીપર્સની ન્યુનતમ માપન શક્તિ ............. $m$ થાય? [given $1 \,MSD =1 \,mm ]$
નીચેના પ્રશ્નોના જવાબ આપો :
$(a)$ તમને એક દોરી અને મીટરપટ્ટી આપેલ છે. તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો ?
$(b)$ એક સ્ટ્રગેજમાં પૈચઅંતર $1.0\, mm$ અને વર્તુળાકાર સ્કેલ પર $200$ વિભાગ છે. શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારીને તેની સચોટતા વધારી શકાય ?
$(c)$ પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકનો દ્વારા મેળવેલ પરિણામની સરખામણીમાં $100$ અવલોકનો વડે મેળવેલ વ્યાસને અપેક્ષિત પરિણામ શા માટે વધુ વિશ્વસનીય હશે ?