$20$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના બે ભિન્ન વૃત્તાશોના કેન્દ્ર આગળ બનતા ખૂણાનાં માપ અનુક્રમે $15$ અને $90$ છે, તો તે વૃત્તાંગોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર .......... થાય.
$1: 4$
$1: 16$
$1: 6$
$1:36$
વર્તુળની ત્રિજ્યા $6 \,cm $ છે અને જેની સંગત ચાપની લંબાઈ $12 \,cm$ હોય તેવા વૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots cm ^{2}$ થાય.
$8.4$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક લઘુચાપ કેન્દ્ર આગળ $60$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપને સંગત લઘુવૃત્તાંશનું તેમજ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.
$a$ સેમી લંબાઈ અને $b$ સેમી પહોળાઈ $(a > b)$ વાળા લંબચોરસની અંતર્ગત દોરેલા મોટામાં મોટા વર્તુળનું ક્ષેત્રફળ $\pi b^{2}$ સેમી$^{2}$ છે ? શા માટે ?
નીચેનું વિધાન સત્ય છે ? તમારા ઉત્તર માટે કારણ આપો :
વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ $=$ અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ $-$અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ
આકૃતિમાં બતાવેલ ચોરસ મેદાન $ABCD$ ની લંબાઈ $50$ મી છે. તેના દરેક શિરોબિંદુ પર $10$ મી ત્રિજ્યાવાળી વૃત્તાંશ આકારની ક્યારીઓ બનાવેલ છે. ક્યારીઓ સિવાયના મેદાનનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)