જો વેગમાન $(P)$, ક્ષેત્રફળ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • A

    $\left[ {P{A^{ - 1}}T} \right]$

  • B

    $\left[ {{P^2}AT} \right]$

  • C

    $\left[ {P{A^{ - 1/2}}T} \right]$

  • D

    $\left[ {P{A^{1/2}}{T^{ - 1}}} \right]$

Similar Questions

નવી એકમ પદ્ધતિમાં દ્રવ્યમાનનો એકમ $\alpha $ $kg$, લંબાઈનો એકમ $\beta $ $m$ અને સમયનો એકમ $\gamma $ $s$ છે, તો આ નવી એકમ પદ્ધતિમાં $5\,J$ નું મૂલ્ય કેટલું મળે ?

મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતાં એક પુસ્તકમાં આવર્તગતિ કરતાં એક કણના સ્થાનાંતરનાં ચાર જુદાં જુદાં સૂત્રો આપેલ છે :

$(a)\;y=a \sin \left(\frac{2 \pi t}{T}\right)$

$(b)\;y=a \sin v t$

$(c)\;y=\left(\frac{a}{T}\right) \sin \frac{t}{a}$

$(d)\;y=(a \sqrt{2})\left(\sin \frac{2 \pi t}{T}+\cos \frac{2 \pi t}{T}\right)$

( $a =$ કણનું મહત્તમ સ્થાનાંતર, $v =$ કણની ઝડપ, $T =$ આવર્તકાળ ) પરિમાણને આધારે ખોટાં સૂત્રોને નાબૂદ કરો.

$v$ ઝડપ, $r$ ત્રિજ્યા અને $g$ ગુરુત્વપ્રવેગ હોય તો નીચેનામાંથી શું પરિમાણરહિત થાય?

ન્યુટનના મત અનુસાર, $A$ ક્ષેત્રફળવાળા અને $\Delta v/\Delta z$ જેટલું વેગ-પ્રચલન ધરાવતાં પ્રવાહીના બે સ્તરો વચ્ચે લાગતું શ્યાનતા બળ $F = - \eta A\frac{{\Delta v}}{{\Delta z}}$ છે, જ્યાં $\eta $ શ્યાનતા ગુણાંક છે. $\eta$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIPMT 1990]

નળીમાંથી એકમ આડછેદના ક્ષેત્રફળ અને એકમ સમયમાં પસાર થતાં પ્રવાહીનું દળ $P^x$ અને $v^y$ ના સમપ્રમાણમાં છે જ્યાં $P$ એ દબાણનો તફાવત અને $v$ વેગ છે, તો $x$ અને $y$ વચ્ચેનો સંબધ શું થાય?