જો $A$ અને $B$ બે ઘટનાઓ છે કે જેથી $P\,(A \cup B) = P\,(A \cap B),$ તો સાચો સંબંધ મેળવો.
$P\,(A) + P\,(B) = 0$
$P\,(A) + P\,(B) = P\,(A)\,P\,\left( {\frac{B}{A}} \right)$
$P\,(A) + P\,(B) = 2\,P\,(A)\,P\,\left( {\frac{B}{A}} \right)$
એકપણ નહીં.
$A$ એ સત્ય બોલો તેની સંભાવના $\frac{4}{5}$ છે અને $B$ એ સત્ય બોલે તેની સંભાવના $\frac{3}{4}$ છે,તો એક સત્ય વિધાન વિશે બંને ને બોલવાનુ કહેતા બંનેમાં વિરોધાભાસ થાય તેની સંભાવના મેળવો.
ભારતને ટોસ જીતવાની સંભાવના $3/4$ છે. જો તે ટોસ જીતે, તો મેચ જીતવાની સંભાવના $4/5$ થાય નહિતર માત્ર $1/2$ થાય તો ભારત મેચ જીતે તેની સંભાવના મેળવો.
એક પાસાને ફેંકવામાં આવે છે. જો ઘટના $E$ એ પાસા પર મળતી સંખ્યા $3$ નો ગુણિત છે' અને ઘટના -$F$ ‘પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે', તો $E$ અને $F$ નિરપેક્ષ ઘટનાઓ છે કે નહિ તે નક્કી કરો.
એક વિદ્યાર્થીની અંતિમ પરીક્ષાના અંગ્રેજી અને હિંદી બન્ને વિષયો પાસ કરવાની સંભાવના $0.5$ છે અને બંનેમાંથી કોઈ પણ વિષય પાસ ન કરવાની સંભાવના $0.1$ છે. જો અંગ્રેજીની પરીક્ષા પાસ કરવાની સંભાવના $0.75$ હોય, તો હિંદીની પરીક્ષા પાસ કરવાની સંભાવના શું છે?
નારંગીના ખોખામાંથી યાચ્છિક રીતે પુરવણી વગર ત્રણ નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. જો તમામ ત્રણ નારંગીઓ સારી હોય, તો ખોખાના વેચાણ માટે સ્વીકાર કરાય છે, અન્યથા તેનો અસ્વીકાર કરવામાં આવે છે. જો ખોખામાં સમાવિષ્ટ $15$ નારંગી પૈકી $12$ સારી અને $3$ ખરાબ હોય, તો તેને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના શોધો.