ભારતને ટોસ જીતવાની સંભાવના $3/4$ છે. જો તે ટોસ જીતે, તો મેચ જીતવાની સંભાવના $4/5$ થાય નહિતર માત્ર $1/2$ થાય તો ભારત મેચ જીતે તેની સંભાવના મેળવો.
$1/5$
$3/5$
$3/40$
$29/40$
એક થેલામાં $4$ લાલ અને $ 4$ વાદળી દડા છે. ચાર દડા એક પછી એક થેલામાંથી લેવામાં આવે છે. તો પસંદ થયેલા દડા ક્રમિક રીતે ભિન્ન રંગના હોવાની સંભાવના શોધો.
$52$ પત્તા પૈકી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરતા તે પૈકી રાજા અથવા કાળીનું પત્તુ હોવાની સંભાવના કેટલી થાય ?
એક પાસાને ફેંકવામાં આવે છે. જો ઘટના $E$ એ પાસા પર મળતી સંખ્યા $3$ નો ગુણિત છે' અને ઘટના -$F$ ‘પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે', તો $E$ અને $F$ નિરપેક્ષ ઘટનાઓ છે કે નહિ તે નક્કી કરો.
ઘટનાઓ $E$ અને $F$ એવા પ્રકારની છે કે $P ( E )=\frac{1}{4}$, $P ( F )=\frac{1}{2}$ અને $P(E$ અને $F )=\frac{1}{8},$ તો $P(E$ અથવા $F$) શોધો.
ઘટના $A$ અને $B$ છે. ઓછામાં એક ઘટના બને તેની સંભાવના $0.6,$ બન્ને ઘટના બને તેની સંભાવના $0.2$ છે. તો $P(A) + P(B)= …....$