નીચે બે કથનો આપેલા છે.

કથન $I$ : સમાન ગતિ ઊર્જા વડે ગતિ કરતા ટ્રક અને કારને સમાન પ્રતિબળ ઉત્પન્ન કરતી બ્રેક લગાડીને ઉભા રાખવામાં આવે છે. બંને સમાન અંતર બાદ સ્થિર થશે.

કથન $II$: પૂર્વ દિશામાં ગતિ કરતી કાર વળીને ઉત્તર તરફ ગતિ કરે છે, તેની ઝડપ બદલાયા સિવાયની રહે છે. કારનો પ્રવેગ શૂન્ય છે.

ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2023]
  • A

    કથન $I$ સાચું છે.પરંતુ કથન $II$ ખોટું છે.

  • B

    કથન $I$ ખોટું છે. પરંતુ કથન $II$ સાચું છે.

  • C

    બંને કથન સાચાં છે.

  • D

    બંને કથન ખોટાં છે.

Similar Questions

કોની હાજરીમાં કાર્ય-ઊર્જા પ્રમેય પ્રમાણભૂત (માન્ય) છે?

$100 m$ ઉંચાઈવાળી ટેકરી પર $20 kg$ દળનો એક દડો સ્થિર છે. તે ત્યાંથી ગબડવાની શરૂઆત કરી જમીન પર આવી બીજી $30 m$ ઉંચી ટેકરી પર ચઢે અને ફરીથી ગબડીને જમીનથી $20 m$ ઉંચાઈએ આવેલા સમક્ષિતિજ આધાર પર આવે છે. આ સમયે તેનો વેગ ................. $\mathrm{m} / \mathrm{s}$ હશે.

કાર્યઊર્જા પ્રમેયની અગત્યતા જણાવો અને કાર્યઊર્જા પ્રમેય સદિશ છે કે અદિશ ? 

$10\; m$ ઊચાઇના એક ઘર્ષણવાળા ઢાળની સપાટી પર $ 2\; kg $ દળના પદાર્થને ઉપર લઇ જવા માટે $300\; J $ કાર્ય કરવું પડે છે. ઘર્ષણ વિરુદ્વ થયેલું કાર્ય ($J$ માં) કેટલું હશે? ($g=10 \;ms^{-2} $ લો.)

  • [AIPMT 2006]

બુલેટ એક પાટિયામાથી પસાર થઈ ને તેના વેગનો ${\left( {\frac{1}{n}} \right)^{th}}$ મો વેગ ગૂમાવે છે. તો બુલેટ ને સ્થિર કરવા માટે આવા કેટલા પાટિયા જોઈએ?

  • [JEE MAIN 2014]