નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન$-A$ છે અને બીજું વિધાન કારણ$-R$ છે.

વિધાન $A:$ એક ગોળાકાર પદાર્થ કે જેની ત્રિજ્યા $(5 \pm 0.1)\,mm$ અને ખાસ ધનતા ધરાવતો હોય, તેને અચળ ધનતા ધરાવતા પ્રવાહીમાં ફેકવામાં આવે છે. તેના અંતિમ વેગની ગણતરી ટકાવારી ત્રુટી $4 \%$ છે.

કારણ$-R:$ ગોળાકાર પદાર્થ નો અંતિમ વેગ જયારે પ્રવાહીની અંદર ફેંકવામાં આવે છે ત્યારે તેની ત્રિજ્યા ના વ્યસ્ત પ્રમાણમાં છે.

ઉપરોક્ત વિધાનોની સમર્થનને આધારે, નીચેના યોગ્ય વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2023]
  • A

    બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું યથાર્થ કારણ નથી.

  • B

    બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું યથાર્થ કારણ છે.

  • C

    $A$ ખોટું છે પણ $R$ સાચું છે.

  • D

    $A$ સાચું છે પણ $R$ ખોટું છે.

Similar Questions

સાદા લોલકના પ્રયોગમાં ગુરુત્વ પ્રવેગ $g$ ના માપન માટેના $20$ અવલોકન $1\, s$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી ઘડિયાળ દ્વારા માપવામાં આવે છે. તેના સમયના માપનનું સરેરાશ મૂલ્ય $30\,s$ મળે છે. લોલકની લંબાઈ $1\, mm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટરપટ્ટી વડે માપતા $55.0\,cm$ મળે છે. $g$ ના માપનમા  ........... $\%$ ત્રુટિ હશે.

  • [JEE MAIN 2019]

સેકન્ડના લોલકના દોલનોનો સરેરાશ આવર્તકાળ $2.00$ સેકન્ડ છે અને આવર્તકાળની સરેરાશ ત્રુટિ $0.05$ સેકન્ડ છે. મહત્તમ ત્રુટિનું અંદાજિત મૂલ્ય મેળવવા માટે આવર્તકાળ કેટલો હોવો જોઇએ ?

ભૌતિકરાશિ $X$ એ માપી શકાય તેવી બીજી રાશિઓ $a,\, b,\, c$ અને $d$ સાથે સંબંધ ધરાવે છે. $X = a^2b^3c^{\frac {5}{2}}d^{-2}$ અને $a,\,b,\,c ,\,d$ તેના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1\,\%$, $2\,\%$,  $3\,\%$ અને $4\,\%$ છે. તો $X$ માં ઉદભવતી પ્રતિશત ત્રુટિ ગણો. આ રીતે ગણતાં $X$ નું મૂલ્ય $2.763$ મળે છે તો આ પરિણામને યોગ્ય સાર્થક અંક સુધી round off કરો. 

એક વિદ્યાર્થીં Searle's રીતથી $ 2m$  લંબાઈના એક તારના યંગના સ્થિતિ સ્થાપક અચળાંકની ગણતરી માટે પ્રયોગ કરે છે. ચોકસાઈપૂર્વકના અવલોકનમાં બરાબર  $10 kg$  ના લોડ આગળ વિદ્યાર્થીંએ આપ્યું કે તારની લંબાઈ વિસ્તરણ $ \pm 0.05 mm $ અચોકકસતા સાથે $ 0.88\,mm $ જેટલું થાય છે. તે વિદ્યાર્થીં તારનો વ્યાસનું મૂલ્ય પણ  $\pm 0.01 mm $અચોકકસતા સાથે  $0.4 mm $ માપે છે. $g = 9.8 m/s^2$ (ચોકકસ) લો. અવલોકનમાં યંગનો સ્થિતિ સ્થાપકતા અચળાંક શોધો.

ભૌતિક રાશિ $A\, = \,\frac{{{P^3}{Q^2}}}{{\sqrt {R}\,S }}$ ના માપન માં રાશિઓ $P, Q, R$  અને $S$ માં રહેલી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે $0.5\%,\,1\%,\,3\%$  અને $1 .5\%$ છે. $A$ ના મૂલ્યમાં રહેલી મહત્તમ ટકાવાર ત્રુટિ  ........... $\%$ થશે

  • [JEE MAIN 2018]