ભૌતિકરાશિ $X$ એ માપી શકાય તેવી બીજી રાશિઓ $a,\, b,\, c$ અને $d$ સાથે સંબંધ ધરાવે છે. $X = a^2b^3c^{\frac {5}{2}}d^{-2}$ અને $a,\,b,\,c ,\,d$ તેના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1\,\%$, $2\,\%$, $3\,\%$ અને $4\,\%$ છે. તો $X$ માં ઉદભવતી પ્રતિશત ત્રુટિ ગણો. આ રીતે ગણતાં $X$ નું મૂલ્ય $2.763$ મળે છે તો આ પરિણામને યોગ્ય સાર્થક અંક સુધી round off કરો.
$X =a^{2} b^{3} c^{\frac{5}{2}} d^{-2}$
પ્રતિશત ત્રુટીનું સમીકરણ લખતાં,
$\frac{\Delta X }{ X } \times 100$
$=\pm\left[2 \frac{\Delta a}{a}+3 \frac{\Delta b}{b}+\frac{5}{2} \frac{\Delta c}{c}+2 \frac{\Delta d}{d}\right] \times 100 \%$
$=\pm\left[2 \frac{\Delta a}{a} \times 100 \%+3 \frac{\Delta b}{b} \times 100 \%+\frac{5}{2} \frac{\Delta c}{c} \times 100 \%+2 \frac{\Delta d}{d} \times 100 \%\right]$
$=\pm\left[2 \times 1+3 \times 2+\frac{5}{2} \times 3+2 \times 4\right] \%=\pm[2+6+7.5+8] \%$
$X$માં પ્રતિશત ત્રુટિ $= ±[23.5\%]$
$\therefore X$ માં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ $=\frac{23.5}{100}=0.235$
બે સાર્થક અંકોમાં $round off$ કરતાં = $0.24$
હવે આપેલ $X$ની કિમત $X =$ $2.763$ છે તો આ મૂલ્યને બે સાર્થક અંક સુધી $round off$ કરતાં X $=2.8$ મળે.
નળાકારની લંબાઇ $0.1\, cm$ લઘુતમ માપશકિત ધરાવતા સાધનથી માપતા $5 \,cm$ મળે છે,અને $0.01\,cm$ લઘુતમ માપશકિત ધરાવતા સાધનથી ત્રિજયા માપતા $2.0 \,cm$ મળે છે,તો નળાકારના કદમાં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.
ચાંદીનાં તારનું દળ $(0.6 \pm 0.006) \,g$, ત્રિજ્યા $(0.5 \pm 0.005) \,mm$ અને લંબાઈ $(4 \pm 0.04) \,cm$ છે. તેની ધનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રૂટિ $......\,\%$ હશે.
જો ગોળાની ત્રિજ્યા માપવામાં $2\,\%$ ની ત્રુટિ હોય, તો ગોળાના કદની ગણતરી કરવામાં ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?
ત્રણ વિદ્યાર્થી $S_{1}, S_{2}$ અને $S_{3}$ એ સાદા લોલકની મદદથી ગુરુત્વપ્રવેગ $(g)$ માપવાનો પ્રયોગ કરે છે. તે જુદી જુદી લંબાઈના લોલક વડે જુદા જુદા દોલનોની સંખ્યા માટેનો સમય નોંધે છે. આ અવલોકનો નીચેના ટેબલમાં આપેલા છે.
વિદ્યાર્થીની સંખ્યા | લોલકની લંબાઈ $(cm)$ | દોલનોની સંખ્યા $(n)$ | દોલનો માટેનો કુલ સમય | આવર્તકાળ $(s)$ |
$1.$ | $64.0$ | $8$ | $128.0$ | $16.0$ |
$2.$ | $64.0$ | $4$ | $64.0$ | $16.0$ |
$3.$ | $20.0$ | $4$ | $36.0$ | $9.0$ |
(લંબાઇની લઘુતમ માપશક્તિ $=0.1 \,{m}$, સમયની લઘુતમ માપશક્તિ$=0.1\, {s}$ )
જો $E_{1}, E_{2}$ અને $E_{3}$ એ $g$ માં અનુક્રમે $1,2$ અને $3$ વિદ્યાર્થીની પ્રતિશત ત્રુટિ હોય, તો લઘુત્તમ પ્રતિશત ત્રુટિ કયા વિદ્યાર્થી દ્વારા મેળવાય હશે?
એક બળ $F$ એ $L$ સમતલના ચોરસ વિસ્તાર પર લાગુ થાય છે. જો $L$ ના માપનમાં પ્રતિશત ત્રુટી $2 \%$ છે અને તે $F$ માં $4 \%$ છે, તો દબાણમાં મહત્તમ પ્રતિશત ત્રુટી ........... $\%$ હશે.