સદિશોના સરવાળા માટેની બે રીતોના નામ આપો. તથા સદિશોના સરવાળા માટે સમાંતરબાજુ ચતુષ્કોણનો નિયમ લખો.
બે સદિશોના પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય $17\, unit$ અને ન્યુનતમ મૂલ્ય $7\, unit$ છે,તો આ બંને સદિશો લંબ હોય,તો તેના પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે?
બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધવાનું સમીકરણ લખો.
સદિશોના સરવાળા માટેની મહત્ત્વની શરત જણાવો.
સદિશોની બાદબાકી સમજાવો.
$\overrightarrow{a}$ થી $\overrightarrow{f}$ સુધીના છ સદિશોના મૂલ્યો અને દિશાઓ આકૃતિમાં દર્શાવેલા છે. નીચેનામાંથી કયું વિધાન તેમના વિશે સાચું છે?