શુક્રકોષજનનની પ્રક્રિયામાં ભાગ લેતાં અંતઃસ્ત્રાવોના નામ અને કાર્યો જણાવો. જે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ આપો.
શુક્રકોષજનનની શરૂઆત યૌવનના આરંભની ઉંમરે હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિન રીલિઝિંગ અંતઃસ્રાવ $GnRH$માં નોંધપાત્ર વધારો થવાથી થાય છે.
$GnRH$ના સ્તરમાં વધારો થવાથી પિટયૂટરી ગ્રંથિને અસર કરે છે. જેથી બે ગોનેડ્રોટ્રોપિન અંતઃસ્ત્રાવો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્રાવ $(LH)$ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ $(FSI)$ના સ્રાવને ઉત્તેજે છે.
$LH$ લેડિંગ કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજનના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે.
એન્ડ્રોજન શુક્રકોષજનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. $FSH$ સરટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાંક કારકોના સ્રાવને ઉત્તેજે છે.
વિકસતા ભ્રૂણનો સૌપ્રથમ સંકેત ...... દ્વારા જાણી શકાય છે.
પરીપકવ શુક્રકોષ શું ધરાવે છે ?
કાઉપર ગ્રંથિ (બલ્બો યુરેથ્રલ ગ્રંથી) દૂર કરવામાં આવે તો નીચેનામાંથી કોણ અસર પામે છે ?
ઉદર વૃષણતાની સ્થિતિ, કે જેમાં.....
શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?