વૈજ્ઞાનિક કારણો આપો : વાહકપેશીઓને જટિલ પેશી પણ કહે છે.
વાહકપેશીઓને જટિલ પેશી પણ કહે છે. વાહકપેશીની રચનામાં વિવિધ પ્રકારના કોષોની રચનાત્મક અને કાર્યાત્મક લાક્ષણિકતાઓનો સમન્વય થાય છે. તેથી તેને જટિલ પેશી કહે છે. જલવાહક પેશીમાં જલવાહિનિકી, જલવાહિની, જલવાહક મૃદુત્તક અને જલવાહક દઢોત્તકનો સમાવેશ થાય છે.
અન્નવાહક પેશીમાં ચાલનીકોષો, ચાલનીનલિકા, સાથીકોષો, અન્નવાહક મૃદુત્તક અને અન્નવાહક દઢોત્તક (તંતુઓ)નો સમાવેશ થાય છે.
આમ, કહી શકાય કે વાહકપેશીઓ જટિલપેશી છે.
નીચે પૈકી કયુ વિધાન સાચું છે?
નીચે આપેલ રચના ક્યાં વનસ્પતિજૂથમાં જોવા મળે છે?
કઈ પેશી પાણીના અભાવમાં વધુ વિકાસ પામે છે?
જલવાહક મૃદુત્તક અને અન્નવાહક મૃદુતક ક્યાં પ્રકારના ખોરાકનો સંગ્રહ કરે છે ?
નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે ?
જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની