વૈજ્ઞાનિક કારણો આપો : ફાફડાથોરમાં પર્ણકાર્યસ્તંભ હોય છે.
$\Rightarrow$ ફાફડાથોર એ મરૂનિવાસી વનસ્પતિ છે. શુષ્ક વાતાવરણને કારણે જમીનમાંથી પાણીની પ્રાપ્તિ ઓછી હોવાથી પર્ણો દ્વારા થતા પાણીનો વ્યય અટકાવવા માટે પર્ણો ખરી પડે છે. નાના બને છે અથવા કાંટામાં રૂપાંતર પામે છે. આમ, પર્ણોની ગેરહાજરીમાં પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરવા માટે પ્રકાંડ પહોળું, ચપટું, લીલું હરિતકણ યુક્ત બને છે. જે પર્ણનું કાર્ય કરે છે. આમ, પ્રકાંડના પર્ણ જેવા રૂપાંતરને પર્ણકાર્યસ્તંભ કહે છે.
ક્રાયસેન્થમમમાં........ નું............ માટે રૂપાંતર છે.
રક્ષણ માટે પ્રકાંડનાં રૂપાંતરો જણાવો.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ કંટક
$(ii)$ આવરિત કંદ
પ્રકાંડનાં મુખ્ય કાર્યો જણાવો.
નીચેના પૈકી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?