ગર્ભનિરોધક તરીકે લેવાતી પિલ્સ તથા આરોપણ વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આ પદ્ધતિમાં જાતીય અંતઃસ્ત્રાવો પ્રોજેસ્ટોજેન્સ અથવા પ્રોજેસ્ટોજેન - ઇસ્ટ્રોજનનું સંયોજન થોડી માત્રામાં ગોળી (Pills) સ્વરૂપે મોં વાટે ઓછા પ્રમાણમાં લેવામાં આવે છે.

પિલ્સ$/$ગોળી ઋતુચક્રના પ્રથમ પાંચ દિવસ દરમિયાન લેવાની શરૂઆત કરાય છે અને સતત $21$ દિવસ રોજ લેવાય છે.

$7$ દિવસના અંતરાય (જયારે ઋતુસ્ત્રાવ ચાલુ હોય) બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણ રોકવા ઇચ્છે ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરાય છે.

આ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે. ઉપરાંત ગ્રીવાશ્લેખને જાડું અને અક્રિયાશીલ બનાવે છે. શુક્રકોષના પ્રવેશમાં અવરોધ કરે છે.

સહેલી (Saheli) નવી મુખ દ્વારા લેવાતી બિનસ્ટેરોઇડલ બનાવટ છે, તે અઠવાડિયામાં એક દિવસ લેવાય છે તેની આડઅસરો ઓછી અને ગર્ભનિરોધક મૂલ્ય ઊંચું છે.

આરોપણ $:$ પ્રોજેસ્ટોજેન એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇજેક્શન તરીકે ઉપયોગમાં લેવાય છે

અથવા ત્વચાની નીચે પ્રત્યારોપણ થાય છે. તેની કાર્ય પદ્ધતિ પિલ્સ જેવી જ છે અને અસરકારકતા લાંબા સમયની છે.

સમાગમના $72$ કલાકની અંદર પ્રોજેસ્ટોજેન્સ કે પ્રૉજેસ્ટોજેન્સ - ઇસ્ટ્રોજન સંયોજનો અથવા $IUDs$નો ઉપયોગ આપાતકાલીન (emergency) ગર્ભનિરોધક તરીકે ખૂબ અસરકારક છે. બળાત્કાર કે અણધાર્યા અસુરક્ષિત સમાગમના કારણે સંભવિત ગર્ભધારણ રોકવા તેનો ઉપયોગ થઈ શકે છે.

966-s22g

Similar Questions

નીચેનામાંથી કોણ ફલન અટકાવવા માટેના ભૌતિક અવરોધમાં સમાવાતુ નથી.

સહેલી માટે નીચેનાં તમામ વિધાનો સાચાં છે, સીવાય કે :

રેપ પછીના $72$ કલાકમાં  આપવામાં આવતી ઈમરજન્સી ગર્ભનિરોધક માટે નીચેનામાથી ક્યું સૌથી વધારે અસરકારક છે ? 

A. પ્રોજેસ્ટોનનો ઉપયોગ

B. પ્રોજેસ્ટોનનો એસ્ટ્રોજન બંને

C. સમાગમન બાદના $72$ કલાકમાં $IUD$  એનઆઇ સ્થાપના

$CuT, LNG -20$ અને $Cu7$ એ કોનાં ઉદાહરણ છે ?

ટ્યુબેક્ટોમી વસતિ નિયંત્રણનો વિકલ્પ છે, જે ....... માં કરવામાં આવે છે.