તફાવત આપો : સ્થૂલકોણક પેશી અને દઢોતકપેશી
સ્થૂલકોણકપેશી | દઢોત્તકપેશી |
$(1)$ દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તરની નીચેના સ્તરમાં જોવા મળે છે. | $(1)$ દ્વિદળી પ્રકાંડના પરિચક્રમાં તેમજ એકદળી પ્રકાંડમાં, પર્ણદંડના અધઃસ્તરમાં જોવા મળે છે. |
$(2)$ કોષો જીવંત કોષકેન્દ્રયુક્ત હોય છે. | $(2)$ કોષો મૃત હોય છે. |
$(3)$ ખૂણાઓ પર ખૂબ જ સ્થૂલન ધરાવતા કોષો બનેલી છે. | $(3)$ લાંબા, પાતળી અને લિગ્નિનથી સ્થૂલન પામેલી કોષદીવાલ યુક્ત, સાંકડા કોષોની બનેલી છે. |
$(4)$ કોષો અંડાકાર, વર્તુળાકાર કે બહુકોણીય હોય છે. | $(4)$ કોષો બહુકોણીય (અષ્ટીકોષો) અને લાંબાતંતુ (દઢોત્તક તંતુ) જેવા હોય છે. |
$(5)$ નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. | $(5)$ યાંત્રિક મજબૂતાઈ આપે છે. |
પ્રાથમિક સ્થાયી પેશીનું ઉદાહરણ ........છે.
વનસ્પતિમાં જલવાહિનીઓનું મુખ્ય કાર્ય કયું છે?
અનાવૃત્ત બીજધારી વનસ્પતિને નરમ કાષ્ઠ બીજાણુંભિદ્ કહેવામાં આવે છે કારણ કે તેઓમાં ........ની ઊણપ હોય છે.
નીચે પૈકી કયા વનસ્પતિ અંગોમાં સ્થૂલકોણક પેશીનો અભાવ હોય છે?
સાથીકોષોનું કાર્ય જણાવો.