ચુંબકીયક્ષેત્રની વ્યાખ્યા અને એકમ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ચુંબકીયક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતાં બળનું મૂલ્ય,

$F = B q v \sin \theta$

$\therefore B =\frac{ F }{q v \sin \theta}$

જો ઉપરના સમીકરણમાં $q=1 C , v=1 m / s , \theta=90^{\circ} \Rightarrow \sin 90^{\circ}=1$ લેવામાં આવે તો, $B = F$ માટે ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતાં એકમ વિદ્યુતભાર પર લાગતાં ચુંબકીય બળને તે બિંદુ આગળનું યુંબકીયક્ષેત્ર કહે છે.

$SI$ એકમ $:$

$B$ નો એકમ $=\frac{ F }{q v \sin \theta}$ નો એકમ

$=\frac{1 N }{1 C \times 1 ms ^{-1} \times 1}=\frac{1 N }{1 Cs ^{-1} \times 1 m }$

$=1 NsC ^{-1} m ^{-1}$ ને નિકોલા ટેસ્લા કહે છે.

$=1 \frac{ N }{ Am }$

$=1 NA ^{-1} m ^{-1}=1$ ટેસ્લા.

$B$ નો નાનો એકમ ગોસ છે.

$1$ ગોસ $=10^{-4}$ ટેસ્લા ટેસ્લાની સંજ્ઞા $T$ છે.

Similar Questions

સ્પેક્ટ્રોમીટરથી આયનનું દળ માપવામાં આવે છે,વિદ્યુતસ્થિતિમાન $V$ દ્વારા પ્રવેગિત કરતાં તે $R$ ત્રિજ્યામાં $B$ ચુંબકીયક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરે છે.જો $V$ અને $B$ અચળ રાખવામાં આવે તો (આયન પર વિદ્યુતભાર $/$ આયનના દળ) કોનાં સમપ્રમાણમાં હોય.

  • [AIIMS 2008]

એકરૂપ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારીત કણ લંબરૂપે દાખલ થાય છે તો,

$0.1\,ke\,V$ ઊર્જા ધરાવતંં એક ઇલેકટ્રોન $1 \times 10^{-4}\,W\,bm ^{-2}$ જેટલા પૃથ્વીના ચુંબકીંય ક્ષેત્રમાં કાટકોણે ગતિ કરે છે. ઈલેકટ્રોનના પરિક્રમણની આવૃત્તિ $.....$ હશે. :( ઈલેકટ્રોનનું દળ = $9.0 \times 10^{-31}\,kg$ લો.)

  • [JEE MAIN 2022]

વિધુતપ્રવાહ અને તેના કારણે મળતાં ચુંબકીય ક્ષેત્રો વચ્ચેનો સંબંધ જાણવા કયો નિયમ ઉપયોગી છે ? તે જાણવો ?

જ્યારે વિદ્યુતભારિત કણ $\overrightarrow{v}$ વેગથી $\overrightarrow{B}$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ શૂન્ય નથી, તો તે બતાવે છે કે 

  • [AIPMT 2006]