ચાર સમાન તાર પર સમાન બળ લગાવવામાં આવે તો મહત્તમ લંબાઈમાં વધારો શેમાં જોવા મળે $?$
$L = 10\,cm,\,\,D = 1\,mm$
$L = 100\,cm,\,D = \,2mm$
$L = 200\,cm,\,D = \,3mm$
$L = 300\,cm,\,D = \,4\,mm$
તારના યંગ મોડયુલસનો ગુણોત્તર $2 : 2 : 1$ અને આડછેદનો ગુણોત્તર $1 : 2 : 3$ છે.તેના પર સમાન બળ લગાવતાં લંબાઇમાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?
બે તારો સમાન દ્રવ્યના બનેલા છે અને સરખું કદ ધરાવે છે. પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ $ A$ અને બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ $3A$ છે. જો $F$ જેટલું બળ આપીને પહેલા તારની લંબાઇમાં $\Delta l$ નો વધારો કરવામાં આવે છે, બીજા તારની લંબાઇમાં સમાન વધારો કરવા માટે કેટલું બળ લગાવવું જોઈએ?
એક તાર જેના આડછેડનું ક્ષેત્રફળ $4 \;mm^2$ છે તેના પર વજન લટકાવતા તેની લંબાઈમાં $0.1 \,mm$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્યમાંથી બનાવેલા તાર જેની લંબાઈ પહેલા તાર જેટલી પરંતુ આડછેડનું ક્ષેત્રફળ $8 \;mm^2$ હોય તેના પર સમાન બળ લગાવતા તેની લંબાઈ ......... $mm$ વધે.
સમાન લંબાઇ અને સમાન આડછેદના ક્ષેત્રફળવાળા બે તારોને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવ્યા છે. તેમના યંગ મોડયુલસ ${Y_1}$ અને ${Y_2}$ છે. તો તેમનો સમતુલ્ય યંગ મોડયુલસ કેટલો થાય?
$1\, m$ લંબાઇ અને $1\,c{m^2}$ આડછેદ ધરાવતા તારનું તાપમાન $0°C$ થી $100°C$ કરવામાં આવે છે,જો લંબાઇમાં વધારો ના કરવા માટે કેટલું બળ લગાવવું પડે?
$(\alpha = {10^{ - 5}}/^\circ C$ and $Y = {10^{11}}\,N/{m^2})$