કોઈ એક નિર્દેશફ્રેમની સાપેક્ષમાં ગતિ કરતાં બે કણોના સાપેક્ષ વેગનાં સૂત્રો લખો અને તેનું વ્યાપક સમીકરણ લખો.
ધારો કે કોઈ બે કણો $A$ અને $B$ ના કોઈ એક નિર્દેશફેમ (ધારો કે જમીન)ની સાપેક્ષે વેગો અનુકમે $\vec{v}_{ A }$ અને $\vec{v}_{ B }$ છે.
$B$ ની સાપેક્ષે $A$ નો વેગ, $\vec{v}_{ AB }=\vec{v}_{ A }-\vec{v}_{ B }$
અને $A$ ની સાપેક્ષે $B$ નો વેગ,
$\vec{v}_{ BA }=\vec{v}_{ B }-\vec{v}_{ A }$
આમ, સમી. $(1)$ અને $(2)$ પરથી કહી શકાય કે,
$\vec{v}_{ AB }=-\vec{v}_{ BA }$ અને $\left|\vec{v}_{ AB }\right|=\left|\vec{v}_{ BA }\right|$ છે.
એટલે કે $A$ ની સાપેક્ષે $B$ નો વેગ અને $B$ ની સાપેક્ષે $A$ નો વેગના મૂલ્યો સમાન હોય છે.
વ્યાપક રીતે કોઈ પણ પદાર્થો $P$ અને $Q$ ના કોઈ ત્રીજા પદાર્થ $X$ ની સાપેક્ષમાં વેગો જાણતા હોઈએ તો, $Q$ ની સાપેક્ષે $P$ નો વેગ
$\vec{v}_{ PQ }=\vec{v}_{ PX }+\vec{v}_{ XQ }$
$\vec{v}_{ PQ }=\vec{v}_{ PX }-\vec{v}_{ QX } \ldots \ldots(3)$
$\left[\vec{v}_{ XQ }=-\vec{v}_{ QX }\right]$
ઉપરનું સમી. $(3)$ એ વ્યવહારમાં મળતા (બહુ મોટા ન હોય તેવા) વેગો માટે જ સાચું છે.
જો આમાંનો કોઈ પદાર્થ ભ્રમણ (ચાકગતિ) કરતો હોય અથવા તેમના વેગ ખૂબ જ વધારે (પ્રકશના વેગની નજીકના) હોય અને દરેક નિર્દેશફ્રેમમાં માપેલ વેગ માટેનો સમયગાળો સમાન ન હોય, ત્યારે આ સમીકરણી સાચું નથી.
કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ વેગનો શિરોલંબ ધટક શૂન્ય | $(a)$ પરવલયાકાર પથને સ્પર્શકરૂપે |
$(2)$ રેખીય વેગ | $(b)$ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગના મહત્તમ બિંદુ |
યોગ્ય રીતે આકૃતિ દોરી સાપેક્ષ વેગની (Relative velocity) સમજૂતી આપો.
એક માણસ ખુલ્લા મેદાનમાં એેવી રીતે ગતિ કરે છે કે $10 \,m$ સુધી સીધી રેખામાં ગતિ કર્યા બાદ તે તેની ડાબી બાજુથી $60^{\circ}$ તીવ્ર વળાંક લે છે. તો પ્રારંભથી $8$માં વળાંક સુધી કરેલુ સ્થાનાંતર ......... $m$ હશે.
નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું : અદિશ રાશિ તે છે કે જે
$(a)$ કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે.
$(b)$ તે ક્યારેય ઋણ નથી હોતી.
$(c)$ તે પરિમાણરહિત હોય છે.
$(d)$ અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી.
$(e)$ તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે પછી ભલે તેના મામાક્ષોનાં નમન $(Orientations)$ જુદાં હોય.