પ્રવેગની વ્યાખ્યા અને સમજૂતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રવેગ : "વેગમાં થતા ફેરફારના સમયદરને પ્રવેગ કહે છે."

સુરેખ પથ પર ગતિ કરતાં કણનો $t_{1}$ સમયે વેગ $v_{1}$ અને $t_{2}$ સમયે વેગ $v_{2}$ છે. (ધારો) આમ, $\Delta t=t_{2}-t_{1}$ સમયગાળામાં કણનાં વેગમાં થતો ફેરફાર $v_{2}-v_{1}$ થાય.

સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર,

સરેરાશ પ્રવેગ$=$વેગના થતો ફેરફાર/સમયાગાળો

$<a>=\frac{v_{2}-v_{1}}{t_{2}-t_{1}}=\frac{\Delta v}{\Delta t}$

સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે. તેની દિશા વેગના ફરફાર $(\Delta v)$ ની દિશામાં હોય છે તેનો $SI$ એકમ $m s ^{-2}$ છે. વેગમાં ઘટાડો થાય તો તેને પ્રતિપ્રવેગ કહે છે.

જે $\lim _{\Delta t \rightarrow 0}$ લેવામાં આવે તો $t$ સમયે તત્કાલીન પ્રવેગ $a$ મળે છે. $t$ સમયે તત્કાલીન પ્રવેગ,

આમ, તત્કાલીન પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિક્લન ફળ.

$a=\lim _{\Delta t \rightarrow 0} \frac{\Delta v}{\Delta t}=\frac{d v}{d t}=\dot{v}$

આમ, તત્કાલીન પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિક્લન ફળ.

હવે $v=\frac{d x}{d t}=\vec{x}$

$\therefore a=\frac{\Delta v}{\Delta t}=\frac{d}{d t}\left(\frac{d x}{d t}\right)$

$\therefore a=\frac{d^{2} x}{d t^{2}}=x$

આમ,કણનો કોઈ પણ ક્ષણે પ્રવેગ એટલે સ્થાન $x$નું સમય $t$ની સપેકસે બે વાર વિકલન અથવા વેગનું સમય એકવાર વિકલન છે.

પ્રવેગને સ્થાનની સાપેક્ષે તેમજ વેગની સાપેક્ષે વિકલન કરીને દર્શાવી શકાય છે.

પ્રવેગ એ ધન,ઋણ કે શૂન્ય હોઈ શકે છે.

જો $\frac{d v}{d t}$ ઘન હોય તો કણના પ્રવેગ ની દિશા ધન $X$અને જો  $\frac{d v}{d t}$  ઋણ હોય તો પ્રવેગ ઋણ $X-અક્ષ$ તરફ હોય છે.

જો વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય તો કણની ઝડપમાં વધારો થાય છે.આવા કિસ્સામાં કણ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય.અહી પ્રવેગની દિશા વેગની દિશામાં જ હોય છે.પણ વેગ અને પ્રવેગ વિરુદ્ધ સંજ્ઞાના હોય તો કણની ઝડપમાં ઘટાડો થાય છે.આવા કિસ્સામાં કણને પ્રતિપ્રવેગી ગતિ હોય છે. 

Similar Questions

એક કાર સ્થિર સ્થિતિમાંથી $\alpha$ જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી $\beta$ જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય $t$ સેકન્ડ હોય, તો કારે કાપેલ કુલ અંતર કેટલું હશે?

  • [JEE MAIN 2021]

$x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કણોનો વેગ $(v)$ તેના સ્થાન $x$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. કણનો પ્રવેગ $(a)$ એ સ્થાન $(x)$ સાથે શેના તરીકે બદલાય છે ?

એક સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં પદાર્થનો વેગ $v$ એ સમયની સાથે $v=2 t^2 e^{-t}$ તરીક બદલાય છે, જ્યાં $v$ એ $m / s$ અને $t$ સેકંડમાં છે. કયા સમયે પદાર્થનો પ્રવેગ શૂન્ય છે?

એક કણનો પ્રવેગ $a = 3{t^2} + 2t + 2$ $m/s^2$ મુજબ આપવામાં આવે છે. જ્યાં સમય $t$ સેકન્ડમાં છે. જો $t = 0$ સમયે કણનો શરૂઆતનો વેગ $u = 2\,m/s$ હોય તો $2\;sec$ ના અંતે તેનો વેગ .......$m/s$ હશે.

સીધી રેખામાં ગતિ કરતાં પદાર્થ માટે ઝડપ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. પદાર્થ નો સરેરાશ પ્રવેગ કેટલો હોઈ શકે?